Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાઉદી અરેબિયા, કતાર અને ઓમાનની કુટનીતિ અને ઈઝરાયલની એડવાઈઝ પછી
નવી દિલ્હી તા. ૧૬: અમેરિકા અને ઈરાન વચ્ચે મહાજંગનો ખતરો ટળ્યો છે. સાઉદી અરેબિયા-કતાર અને ઓમાને ઈરાન ઉપર અમેરિકાનો સંભવિત હુમલો અટકાવી દીધો છે. ત્રણેય મુસ્લિમ દેશોએ ટ્રમ્પને મનાવી લીધા છે, અને કુટનીતિ રંગ લાવી છે, આથી મધ્ય પૂર્વ ઉપરના સંકટના વાદળો વિખેરાયા છે.
સાઉદી અરેબિયા, કતાર અને ઓમાનના રાજદ્વારી પ્રયાસોને કારણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત હુમલો ટાળ્યો છે. ગલ્ફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણેય દેશોએ ટ્રમ્પને મનાવવા માટે છેલ્લી ઘડીએ સખત લડત આપી, જેનાથી ઈરાનને તેના સારા ઈરાદા દર્શાવવાની તક મળી.
અમેરિકાએ ઈરાનમાં વિરોધીઓના દમન સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપ્યા પછી આ હસ્તક્ષેપ કરવામાં આવ્યો. સૂત્રો કહે છે કે, સાઉદી અરેબિયા, કતાર અને ઓમાનએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી અને પ્રાદેશિક શાંતિના હિતમાં હુમલો રોકવા વિનંતી કરી હતી, જેના કારણે ટ્રમ્પે પાછા હટવાનું નક્કી કર્યું હતું.
સાઉદી અધિકારીએ કહ્યું હતું કે, અમે છેલ્લી ઘડી સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાને સારા ઈરાદા દર્શાવવાની તક આપવા માટે મનાવવા માટે રાજદ્વારી પ્રયાસો કર્યા હતાં. અન્ય ગલ્ફ અધિકારીઓએ વાતચીતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ઈરાનને સંદેશ આપવામાં આવ્યો હતો કે યુએસ પ્રાદેશિક લક્ષ્યો પર હુમલો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે.
દરમિયાન એક અંગ્રેજી અખબારના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ટ્રમ્પને હમણાં હુમલો કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઈઝરાયલી વડાપ્રધાને ટ્રમ્પને હુમલાઓ સામે ચેતવણી આપી હોવાના અહેવાલો અંગે પૂછવામાં આવતા વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું, રાષ્ટ્રપતિએ તેમની સાથે વાત કરી હતી તે સાચું છે, પરંતુ હું રાષ્ટ્રપતિની સ્પષ્ટ મંજુરી વિના તેમની વાતચીત વિશે ક્યારેય વિગતો આપીશ નહીં.
એ પહેલા તહેરાને ગલ્ફમાં યુએસ લશ્કરી થાણઓ અને જહાજો સામે બદલો લેવાની ધમકી આપી હતી. તણાવ એ હદ સુધી વધ્યો હતો કે કતારના અલ-ઉદેદે એર બેઝમાંથી યુએસ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા, જો કે ગલ્ડ દેશોના દબાણ અને ઈરાન વિરોધીઓને ફાંસી નહીં આપે તેવી ખાતરી આપ્યા પછી, ટ્રમ્પે પોતાનું વલણ બદલ્યું. સાઉદી અધિકારીઓએ કહ્યું કે અ પ્રયાસ પ્રદેશમાં બેકાબૂ પરિસ્થિતિ અને ગંભીર બદલો લેવાના હુમલાઓને રોકવા માટે કરવામાં આવ્યો હતો.
તણાવની ચરમસીમાએ કતારમાં સ્થિત મધ્ય પૂર્વના સૌથી મોટા યુએસ લશ્કરી થાણા અલ-ઉદેદમાં સુરક્ષા સ્તર વધારવામાં આવ્યું હતું અને કેટલાક કર્મચારીઓને ત્યાંથી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જો કે સફળ રાજદ્વારી વાટાઘાટો પછી બુધવારે સાંજે પરિસ્થિતિ સામાન્ય થવા લાગી. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કરી વિમાનો અને કર્મચારીઓ હવે તેમના મૂળ સ્થાનો પર પાછા ફરી રહ્યા છે, અને સુરક્ષા ચેતવણીનું સ્તર ઘટાડી દેવામાં આવ્યું છે.
વારંવાર ધમકીઓ આપ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર અચાનક બદલાઈ ગયો. તેમણે કહ્યું કે તેમને બીજી બાજુના ખૂબ જ મહત્ત્વપૂર્ણસ્ત્રોતો તરફથી ખાતરી મળી છે કે ઈરાન વિરોધીઓને ફાંસી નહીં આપે. આ ખાતરી પછી અમેરિકાએ હાલ પૂરતુ લશ્કરી વિકલ્પ મોકૂફ રાખ્યો છે, જો કે સાઉદી અધિકારીઓ કહે છે કે વિશ્વાસ મજબૂત કરવા અને આવી જ પરિસ્થિતિ ફરી ન બને તે માટે વાતચીત ચાલુ છે, અને ટૂંક સમયમાં તેના હકારાત્મક પરિણામો મળી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial