Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ગિરીનારાયણ બ્રાહ્મણ નવીનચંદ્ર વૈકુંઠરાય ભટ્ટના પુત્રી હર્ષાબેન (ઉ.વ.૭૦) તે સંજયભાઈ, આશાબેન, મીરાબેન, ક્રિષ્નાબેનના બેન, સૌમિયાબેન (તૃપ્તીબેન) ના નણંદનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. ૧૪ ને બુધવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટની આંબલી પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. મુરલીધર પરશુરામ ઠક્કરના પુત્ર દિલીપકુમાર ઠક્કર (ઉ.વ.૬૫) તે હિરાલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. ઘનશ્યામભાઈ, સ્વ. વિનોદભાઈના ભાઈ, જતીનભાઈ, જલદીયભાઈ, હર્ષભાઈના પિતા, જયેશ મોહનલાલ ઠક્કર, મોહિત હિરાલાલ ઠક્કર, જય ઘનશ્યામભાઈ ઠક્કરના કાકા તા. ૧૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું બેસણું-પગડીયું તા. ૧૪ ના બુધવારે સાંજે ૫:૩૦ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે શ્રી સખર જિલ્લા સિંધી પંચાયત વાડી, દ્વારકાપુરી રોડ, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ જગદીશચંદ્ર વૃજલાલ દવે (ઉ.વ.૭૫) તે ભાનુમતિબેનના પતિ, જીજ્ઞેશભાઈ, વિજયભાઈ (સત્યસાઈવાળા)ના પિતા, સ્વ. મનુભાઈ દવે (લંડન)ના ભાઈ, સ્વ. વિજયાબેન પંડયા (લંડન), પ્રેમીલાબેન વ્યાસ, હંસાબેન ભટ્ટ (ધ્રોલ), છાંયાબેન મહેતાના ભાઈ, મોહિત દવેના ભાઈજી, સ્વ. અમૃતલાલ બાલાશંકર ત્રિવેદી (મોટા ખીજડીયા)ના જમાઈ, સ્વ.સુખદેવભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. વિનોદરાય અમૃતલાલ ત્રિવેદી, સ્વ. હરિલાલ શાંતિલાલ ત્રિવેદી, બટુકભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. અરૂણભાઈ અમૃતલાલ ત્રિવેદી, સ્વ. મુકેશભાઈ અમૃતલાલ ત્રિવેદીના બનેવી, સનતભાઈ ત્રિવેદીના વેવાઈનું અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું તા. ૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. જેઠાલાલ હરીદાસ મોરઝરીયા (જામપરવાળા) ના પત્ની, મનજી અમરશી ગોકાણી (કલ્યાણપુરવાળા)ના પુત્રી, શાંતાબેન (ઉ.વ.૯૦) તે સ્વ. મણીલાલ, અરવિંદભાઈ, મુકતાબેન કનૈયાલાલ કાનાણી, જ્યોત્સનાબેન કિશોરભાઈ લાલના માતા, ટપુભાઈ, જયમીનભાઈ, યશભાઈના દાદી તા. ૧૦ ના શ્રીજીચરણ પામેલ છે.
જામનગરઃ ઔૈૈ.સ.ઝાલાવાડી બ્રાહ્મણ (વહેવારવાળા) ગં.સ્વ. પુષ્પાબેન વ્યાસ (ઉ.વ.૭૮) તે સ્વ. મહેશચંદ્ર દયાશંકર વ્યાસ (વાલસુરા) ના પત્ની, રશ્મીબેનના માતા, અભિજીત રશ્મિકાંત વ્યાસના નાનીનું તા. ૧૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ મોટી લાખાણી વાળા કિરીટસિંહ ખાનુભા જાડેજા (ઉ.વ.૫૯) તે દિલીપસિંહ જાડેજા (આશાપુરા પાન-ખંભાળીયા)ના ભાઈ, જયેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહના કાકાનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૨ના સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને સલાયા નાકા પાસે, ખંભાળયામાં રાખેલ છે.
ખંભાળીયાઃ ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ અશ્વિનભાઈ દોલતરાય રાવલ (ઉ.વ.૭૦) તે સ્વ. દોલતરાય રાવલના પુત્ર, કૃપાબેન સિદ્ધાર્થ ખંધારના પિતા, સ્વ. પુષ્પાબેન વ્યાસ, વિનાયક ભાઈના ભાઈ, નિમિષાબેન નકુમ, મિલનભાઈના અદા, તનિષ્કા, ધાર્મિક, ઓમ, દિવ્યાના નાનાનું તા. ૧૦ના અવસાન થયું છે.
જામનગરઃ અશોકકુમાર ભાણજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ. ૬૮) તે અશ્વિનભાઈના મોટાભાઈ, હર્ષકુમાર, રીમા, મીરાના પપ્પા, જીલ, કુનાલના કાકા, અજયકુમાર અમૃતલાલ સચદેવના સસરા તેમજ મોહનલાલ લાધાણીના જમાઈનું તા. ૦૮ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૦-૦૧-૨૦૨૬ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ વાગ્યા સુધી પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.