Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા બાયપાસ પાસે સાયકલસવારને મોટરની ઠોકરઃ યુવાન સારવારમાં ખસેડાયો

રણજીતસાગર રોડ પર બે ટુ વ્હીલર ટકરાઈ પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨ઃ જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે સપ્તાહ પહેલાં એક સાયકલચાલકને મોટરે ઠોકર મારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો છે. તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જ્યારે રણજીતસાગર રોડ પર બે બાઈક ટકરાઈ પડતા એક બાઈકના ચાલકને ઈજા પહોંચી છે.

જામનગરના ગાંધીનગર નજીકના મચ્છરનગરમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં વસવાટ કરતા અશોકભાઈ માધવજીભાઈ પરમારનો પુત્ર દેવાંગ ગઈ તા.૩ની સવારે સાયકલ લઈને ખંભાળિયા બાયપાસ રોડ પરથી જતો હતો ત્યારે લાલપુર ચોકડી તરફથી ધસી આવેલી જીજે-૩૭-બી ૭૩૦૧ નંબરની ઈકો મોટરે તેને હડફેટે લીધો હતો.

આ અકસ્માતમાં પાંસળીમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા દેવાંગને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. અશોકભાઈએ મોટરચાલક સામે ફરિયાદ કરી છે.

જામનગરના શંકરટેકરીમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા ગીરધરભાઈ મનસુખભાઈ સીંગરખીયા નામના યુવાન ગઈ તા.ર૮ એપ્રિલે સવારે રણજીતસાગર રોડ પરથી જીજે-૧૦-સીપી ૭૮૮૪ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ઈબી ૨૩૫૧ નંબરની બાઈકના ચાલક ધવલે તેઓને ઠોકર મારી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh