Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ તાલુકા રાજપૂત સમાજ દ્વારા
કાલાવડ તા. ૧૨ઃ રાજપૂત સમાજના અગ્રણી અને સામાજિક આગેવાન પી.ટી. જાડેજાને ગેરકાયદેસર 'પાસા'ની કાર્યવાહીમાંથી મુક્ત કરવાની કાલાવડ તાલુકા રાજપૂત સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે.
કાલાવડ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરિશચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજાની આગેવાનીમાં સમાજના અનેક લોકોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર પાઠવી રજૂઆત અને માંગણી કરી હતી કે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની તેમના નિવાસ્થાન રાજકોટથી 'પાસા' હેઠળ અટકાયત કરવામાં આવી છે.
પી.ટી. જાડેજા ક્ષત્રિય સમાજના એક સામાજિક આગેવાન હોય, જેથી રાજકીય કિન્નાખોરી રાખી કેટલાક રાજકીય લોકોના ઈશારે પોલીસ ખોટી રીતે મામુલી આરોપમાં 'પાસા' જેવા કાયદા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દઈને સમગ્ર ક્ષત્રિય સમાજ સામે આ એક રાજકીય કિન્નાખોરી છે તેવો અનુભવ સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો કરી રહ્યા છે. અનેક રાજકીય આગેવાનો અને બૂટલેગરો સામે અનેક ગંભીર આરોપ હોવા છતાં પોલીસ દ્વારા 'પાસા' હેઠળ આવા આરોપીઓને જેલમાં ધકેલવાની કામગીરી કરવામાં આવતી નથી, પરંતુ પી.ટી. જાડેજા જેવા સામાજિક અને ધાર્મિક આગેવાન સામે રાજકીય ઈશારે પોલીસ પ્રશાસને ખોટી રીતે કાર્યવાહી કરી જેલમાં ધકેલી દઈને શાંતિ ડહોળાવાનું કાર્ય કર્યું છે.
પી.ટી. જાડેજા વિરૃદ્ધ કરાયેલી 'પાસા'ની કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય્ સમાજના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચિમકી અંગે કાલાવડ તાલુકા રાજપૂત સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર મારફત રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial