Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૪ - સુર્યાસ્ત : ૬-૫૭
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૩ :
તા. ૧૭-૦૩-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૫,
મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ શતતારા,
યોગઃ સિદ્ધ, કરણઃ વિષ્ટિ
તા. ૧૭ - માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવહારિક બાબતે કેટલાક કાર્યમાં સાનુકૂળતા તો કેટલાક કાર્યમાં પ્રતિકૂળતા રહ્યા કરે. વર્ષાન્તે આપને ધીરે ધીરે થોડી રાહત થતી જાય. આરોગ્યની કાળજી રાખવી પડે. ઋતુગત બીમારીઓથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારના પ્રશ્નો ઉકેલાતા રાહત થતી જાય. મહત્ત્વના કામનો ઉકેલ લાવી શકો. મિત્રો-સ્વજનોનો સાથ મળે.
બાળકની રાશિઃ કુંભ
સિંહ સહિત અન્ય બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય.
Aries (મેષ: અ-લ-ઈ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય. ભાઈ-ભાંડુનો સહકાર મળી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગનાં કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૨
Cancer (કર્ક: ડ-હ)
આપે રાજકિય-સરકારી, ખાતાકિય કામમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૯
Leo (સિંહ: મ-ટ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા રહે. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮
મીઠું સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી રહે, કામમાં સાવચેત રહેવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૬ થી ૧૯ સારી. તા. ર૦ થી રર સ્વાસ્થ્ય સાચવવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્ત રખાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપના માન-સન્માનમાં વધારો થતો જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધો-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રોનો સાથ-સહકાર મળે. તા. ૧૬ થી ૧૯ વ્યસ્તતા રહે. તા. ર૦ થી રર પ્રવાસ-મુસાફરી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૦ થી રર સંભાળવું.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યા લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જણાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવવામાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ વિવાદ ટાળવા. તા. ર૦ થી રર સફળતાદાયક.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલપાથલ થવાની શક્યતા જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ શુભ. તા. ર૦ થી રર સંભાળ રાખવી.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે નવી પ્રવૃત્તિઓ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચનામાં જોડાઈ શકશો. વ્યાવાસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલ જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા. ૧૬ થી ૧૯ નવી કાર્યરચના થાય. તા. ર૦ થી રર મિશ્ર.
Libra (તુલા: ર-ત)
તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગવિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. તા. ૧૬ થી ૧૯ આનંદિત. તા. ર૦ થી રર લાભદાયી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહગોચર આપના પક્ષે આવતા જણાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા પ્રાપ્ત થતી જણાય. તા. ૧૬ થી ૧૯ તણાવ રહેશે. તા. ર૦ થી રર શુભ ફળદાયી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્યજીવનમાં ખટરાગ થઈ શકે છે. તા. ૧૬ થી ૧૯ ખર્ચાળ. તા. ર૦ થી રર મધ્યમ.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય જણાય છે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયી પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર પારિવારિક કાર્ય થાય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સ્નેહીજનો-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદનો નિકાલ લાવી શકો. સામાજિક જીવનમાં સંકળાયેલ જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર સાનુકૂળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સામાજિક-રાજકીય ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી અનિવાર્ય બની રહે. ગૃહસ્થજીવનનું વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સંભાળવું. તા. ર૦ થી રર માન-સન્માન.
સુર્યોદય : ૭-૦૨ - સુર્યાસ્ત : ૬-૫૪
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૨ :
તા. ૧૬-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૪,
મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ ઘનિષ્ઠા,
યોગઃ શિવ, કરણઃ ગર
તા. ૧૬ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય સુખાકારી રહે. જુની ઉઘરાણીના નાણા છૂટા થાય. નોકરી-ધંધામાં ધીમે ધીમે કામમાં સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતા રાહતનો અનુભવ થાય. સંતાન-પરિવારનો સાથ મળી રહેતા આનંદ રહે. સામાજિક-રાજકિય ક્ષેત્રે માન-સન્માનમાં રાહત થતી જાય. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ સાબિત થાય.
બાળકની રાશિઃ મકર ૧૮:૧૩ સુધી પછી કુંભ
તુલા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં,સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. અન્યનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૬
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૫
Leo (સિંહ: મ-ટ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં ધ્યાન રાખવું પડે. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત કહેવાનું થાય. નાણાકિય કામકાજમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. આડોશ-પાડોશનું કામકાજ રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૩
Capricorn (મકર: ખ-જ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪
સુર્યોદય : ૬-૫૬ - સુર્યાસ્ત : ૬-૫૬
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૧ :
તા. ૧૫-૦૩-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ પરિઘ, કરણઃ કૌલવ
તા. ૧૫ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં પ્રવાસનું આયોજન ગોઠવાઈ શકે છે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે આપ આનંદ માણી શકો. પરદેશ યાત્રાના યોગ ઊભા થાય. વ્યાવસાયિક દૃષ્ટિએ એકંદરે સારૃં રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નવી વાતચીત કે નવો ઓર્ડર મળી રહે. આરોગ્ય બાબતે તબિયતમાં સુધારો આવતો જોવા મળી શકે છે.
બાળકની રાશિઃ મકર
મકર સહિત બે રાશિના જાતકોને રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતા જાય. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે. દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બની શકે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ થાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૭-૯
Leo (સિંહ: મ-ટ)
આપે રાજકિય,સરકારી,ખાતાકીય કામમાં અટવાઈ ન પડો તેનું ધ્યાન રાખવું પડે. વાદ-વિવાદથી દૂર રહેવું.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮
Libra (તુલા: ર-ત)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યાવહારિક કામકાજમાં વ્યસ્ત રહો. ધંધામાં ઘરાકી આવી શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ-સહકાર રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સરળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. પરદેશના કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૪
સુર્યોદય : ૬-૫૭ - સુર્યાસ્ત : ૬-૫૬
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૦ :
તા. ૧૪-૦૩-ર૦૨૬, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,
મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ ઉત્તરષાઢા,
યોગઃ વરિપાન, કરણઃ બવ
તા. ૧૪ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે ક્યારેક કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે, તો ક્યારેક કામ શું કરવું તેની સુઝ ન પડે. નવા ગ્રાહકો બાંધવામાં ઉતાવળ ન કરવી. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં સહભાગી થતા જાવ. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ ધન ૦૯:૩૩ સુધી પછી મકર
ધન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. અગત્યના કાર્યો થવા પામે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપે તન-મન-ધન અને વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ મળે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવતી જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૬
Libra (તુલા: ર-ત)
આપના ધારણા પ્રમાણેનું કામકાજ થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકિય-સરકારી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યાવહારિક કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચનો અનુભવ થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ રહે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૩
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. તબિયત અસ્વસ્થ જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નોકરી-ધંધાની સાથે બીજું કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૩
ધન સહીત ત્રણ રાશિના જાતકોને આવનારું સપ્તાહ લાભદાયી રહે, ખર્ચ-ખરીદી થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે નફો-નુક્સાન બન્ને સ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં મોટા ચડાવ-ઉતાર જોવા મળે. આવકના સ્ત્રોતોમાં વધારો થાય. નવું સાહસ ફળદાયી નિવડે, જ્યારે અણધાર્યા ખર્ચાઓ પણ સંભવ છે. વડીલ વર્ગ, માતા-પિતાના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થઈ શકે છે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વિવાદ ટાળવો. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં એકાગ્રતા રાખવી, જેથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો. જમીન-મકાન, મિલકતને લગતા પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧૧ સફળતા. તા. ૧ર થી ૧પ ખર્ચ-વ્યય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે કામનું ભારણ વધારતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસો દરમિયાન નવી જવાબદારી આપના શિરે આવે. નવી કાર્યરચના થકી વ્યવસાયનો વ્યાપ વધારી શકશો. નાણાકીય સ્થિતિમાં સુખદ સુધારો આવે, જો કે વ્યવસાયિક, પારિવારિક, સામાજિક ત્રણેય જવાબદારીઓના કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. ઘર-પરિવાર બાબતે કોઈ મહેમાન ઓચિંતા આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે નાની-મોટી તકલીફો રહી શકે. જાહેરજીવન ક્ષેત્રે આપના માન-સન્માનમાં વધારો થાય. તા. ૯ થી ૧ર કાર્યબોજ. તા. ૧૩ થી ૧પ માન-સન્માન મળે.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વાણી-વર્તન ઉપર નિયંત્રણ રાખવું હિતાવહ રહે. માનસિક પરિતાપનો અનુભવ થાય. ઘણી વખત ધાર્યું ન થતા ઉચાટ-આવેશની પરિસ્થિતિ સર્જાય. ધૈર્યથી કાર્ય કર્યે જવું સલાહભર્યું છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સફળતા મળે. નાણાભીડનો ઉકેલ મળતા રાહત અનુભવશો. આરોગ્ય સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવશો. યાત્રા-પ્રવાસમાં રૂકાવટ આવી શકે. મિત્રથી લાભ થાય. તા. ૯ થી ૧૧ આરોગ્ય સુધરે. તા. ૧ર થી ૧પ બોલાચાલી ટાળવી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે યશ-કીર્તિ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક-જાહેરજીવન-રાજકીય ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી જરૂરી જણાય છે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ જોવા મળે. તા. ૯ થી ૧ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૩ થી ૧પ માન-સન્માન.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ નહીં નફો-નહીં નુક્સાન સમાન બની રહે. મોજ-શોખ, ભોગ-વિલાસના સાધનો પાછળ ખર્ચ વધતા આર્થિક ક્ષેત્રે નાણાભીડ અનુભવાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીથી થોડી ઘણી પરેશાની રહેતી જણાય. ઘર-પરિવાર બાબતે ધાર્મિક કે માંગલિક પ્રસંગોનું આયોજન થાય. તા. ૯ થી ૧ર નાણાભીડ. તા. ૧૩ થી ૧પ શુભ.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે વ્યાવસાયિક ક્ષેત્રે મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં મૂકી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ-સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવી. તા. ૯ થી ૧ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૩ થી ૧પ સફળતાદાયક.
Libra (તુલા: ર-ત)
આપના માટે મુસાફરીદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી પ્રવાસ-મુસાફરીનું આયોજન શક્ય બનતું જણાય. સ્નેહી-સ્વજનો સાથેના સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાતા જણાવ. માન-સન્મનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય નરમ-ગરમ રહી શકે છે. ખાન-પાન, આહાર-વિહારમાં કાળજી રાખવી. તા. ૯ થી ૧ર પ્રવાસ-પર્યટન. તા. ૧૩ થી ૧પ સામાન્ય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારની વ્યક્તિઓ સાથે સમય સુખપૂર્વક પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખિલતી જણાય. યાત્રા-પ્રવાસ મજાનો, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યમાં સહભાગી થઈ શકો છો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કામકાજમાં રૂકાવટ-અડચણને કારણે આપ માનસિક રીતે દ્વિધામાં રહેજો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. તા. ૯ થી ૧ર મધ્યમ. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મળતી જણાય. ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જોવા મળે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકો. જાહેરજીવન ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરી થકી માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૯ થી ૧ર વિવાદ ટાળવા. તા. ૧૩ થી ૧પ લાભદાયી.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા કાર્યરત બનો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદથી આપ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. સંતાનથી લાભ થાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓ રહ્યા કરે. તા. ૯ થી ૧ર પારિવારિક કાર્ય થાય. તા. ૧૩ થી ૧પ મિશ્ર.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે આરોગ્ય સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીઓથી પરેશાની વેઠવી પડે. આહાર-વિહારમાં કાળજી રાખવી સલાહભરી બની રહે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્િંતના માર્ગો ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય. તા. ૯ થી ૧ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૩ થી ૧પ લાભદાયી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે ખર્ચ-ખરીદી કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેની તકેદારી રાખવી. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો કે માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ કે મનદુઃખ હશે તો દૂર થશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. આહાર-વિહાર, ખાન-પાનમાં પરેજી રાખવી. તા. ૯ થી ૧ર ખર્ચાળ. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
મીન સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક લાભ મળે, સ્વાસ્થ્ય સંભાળવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાન્ય નાની-મોટી બીમારીને કારણે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી દાખવવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ખર્ચ ઉપર કાબૂ રાખવો આવશ્યક જણાય છે. તા. ૨ થી ૫ મિશ્ર. તા. ૬ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા કોઈ શુભ સંકેત મળે. નોકરી-ધંધાના કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકો. તા. ૨ થી ૫ સામાન્ય. તા. ૬ થી ૮ શુભ ફળદાયી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થાય અથવા તો રાજકીય-સામાજિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, ટેન્ડર કે ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું પડે. દાંપત્યજીવનમાં મધૂરપ જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારિશથી બઢતી મળે. તા. ૨ થી ૫ સરળતા રહે. તા. ૬ થી ૮ લાભદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. વગદાર વ્યક્તિની મદદથી આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. તા. ૨ થી ૫ યાત્રા-પ્રવાસ. તા. ૬ થી ૮ રૂકાવટો-અડચણો જણાય.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ ને કોઈ કારણોસર દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉદ્વેગ-ઉચાટ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિ અને સુલેહભર્યું બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. એકંદરે ધૈર્ય અને કુનેહપૂર્વક કાર્ય કરવું. તા. ૨ થી ૫ વ્યસ્તતા રહે. તા. ૬ થી ૮ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાવસાયિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. માન-સન્માન મળે. તા. ૨ થી ૫ માનસિક શાંતિ. તા. ૬ થી ૮ પ્રવાસ-પર્યટન.
Libra (તુલા: ર-ત)
તમારા માટે નવીન તક સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે નવીન તકો પ્રાપ્ત થતી જણાય. નવા વિચારો કે યોજનાઓ અમલમાં મૂકી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં અણધારી મુસિબત આવતી જણાય. વાણી ઉપર સંયમ રાખવો. જમીન-મકાન-વાહનના ખરીદીના યોગ બને. તા. ૨ થી ૫ નવીન કાર્ય થાય. તા. ૬ થી ૮ સાવધાની રાખવી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે પડવા-વાગવાથી સાવધાની રાખવી. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવીને મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા જણાય. દાંપત્યજીવનમાં ઉગ્રતા જોવા મળે. તા. ૨ થી ૫ મિશ્ર. તા. ૬ થી ૮ સાનુકૂળતા.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સાવચેત રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. દાંપત્યજીવનમાં અનેરો આનંદ-પ્રેમ-લાગણીનો અનુભવ થાય. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતેભદ હશે તો તેનો ઉકેલ લાવવા સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. મિલન-મુલાકાત ફળદાયી નિવડે. સંતાન બાબતે ચિંતા હશે તો દૂર થશે. તા. ૨ થી ૫ સાવચેત રહેવું. તા. ૬ થી ૮ લાભદાયી.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન ચિંતા-ટેન્શનમાં વધારો થાય. મહત્ત્વના કાર્યોમાં અવરોધો આવતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નિયમિતતા જાળવવી જરૂરી બને. ઘર-પરિવાર બાબતે સમય સુખપૂર્ણ રહે. ગૃહસ્થજીવનમાં કોઈ ગેરસમજ કે વિવાદ હશે તો દૂર થાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ કોઈ સમસ્યા જણાતી નથી. સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયકની સાથે ખર્ચાળ પૂરવાર થાય. તા. ૨ થી ૫ વ્યસ્તતા. તા. ૬ થી ૮ પારિવારિક કાર્ય થાય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન નસીબ આપને સાથ આપતા ધારેલા કાર્યોમાં સરળતા-સુગમતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવા કોલ-કરાર થઈ શકે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળે, જો કે સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. જમીન-મકાન, મિલકતના કાર્યો ઉકેલાઈ શકે છે. વડીલ વર્ગથી લાભ થાય. તા. ૨ થી ૫ શુભ ફળદાયી. તા. ૬ થી ૮ આરોગ્ય સાચવવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આર્થિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા આર્થિક તંગીમાંથી બહાર આવી શકો. રોકાયેલા-અટવાયેલા નાણા પરત મળતા રાહત અનુભવશો. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું અન્યથા માનહાનીનો ભોગ બની શકો છો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. કૌટુંબિક ક્ષેત્રે સમય આનંદપૂર્ણ પસાર થાય. ભાઈ-ભાંડુ સાથે હળવા-મળવાનું થાય. તા. ૨ થી ૫ લાભદાયી. તા. ૬ થી ૮ મધ્યમ.