Advertisement
Author: નોબત સમાચાર

પીંડારા તીર્થક્ષેત્રમાં અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ આયોજિત શિવકથાનું સમાપન

લોકડાયરો, મહારાસ, સમૂહ લગ્ન સહિતના કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ગામે અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા શિવકથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોજાયેલા વિવિધ ધાર્મિક પ્રસંગોમાં લાખો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

કથાના પ્રારંભે તા. ૨૯ના દ્વારકાધીશ મંદિર તથા નાગેશ્વર મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. કથા શ્રવણ કરવા તમામા ક્ષેત્રના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. અને શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાના વ્યાસાસને પૂ. ગીરીબાપુના મધુર કંઠે આ કથાના રસાસ્વાદ માણ્યો હતો. આ સપ્તાહ દરમ્યાન શ્રાવણ મહાત્મય, શિવ પ્રાગટ્ય, ગણેશ મહાત્મય, બિલ્વ પત્ર મહાત્મય, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શિવનામ મહાત્મય, રૂદ્રાક્ષ મહાત્મય, ભસ્મ મહાત્મય વગેરે પાવનકારી પ્રસંગો માણીને ઉપસ્થિત શિવભક્તો અભિભૂત થયા હતા.

સમસ્ત બ્રહ્મ ચોર્યાસી ભોજન તેમજ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં ૧૫ નવદંપતીઓએ પ્રભૂતામાં પગલાં પાડયા હતા. યોગી બાલનાથ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યોનું બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કથા પ્રસંગની સાથે અલગ-અલગ દિવસે ભવ્ય સંતવાણી લોક-ડાયરો યોજવામાં આવેલ જેમાં ડોલરો અને લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. મહારાસની ઝાંખી પણ યોજાઈ હતી. પિતૃ તર્પણ કાર્ય અને શ્રી મહાવિષ્ણુ યજ્ઞ તથા શ્રીમદ્ ભાગવતના પાઠ પઠન યોજાયા હતા. તેમજ  મહાપ્રસાદ સહિતનો લાખો લોકોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh