Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરબી સમુદ્રમાં ૩૦૦ કિ.મી. દૂર સર્જાયેલુ ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાય તેવી સંભાવના
અમદાવાદ તા. ૧: અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાય તેવી સંભાવનાથી તંત્ર એલર્ટ મોડ પર છે. હજુ ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ ૩૦૦ કિમી દૂર છે. આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે અને સમયાંતરે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહૃાો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ૪ દિવસ માવઠાની આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ અને બોટાદને ભારે વરસાદ માટે યલો ઍલર્ટ છે. ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવા અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પહેલી નવેમ્બરના ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં વીજળી પડવા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. બીજી નવેમ્બરે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ત્રીજી નવેમ્બરના, રાજ્યના બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી છે.
પાંચમી અને છઠ્ઠી નવેમ્બર દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.
આજે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજયના ઘણાં વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જો કે આ સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં ધીમે-ધીમે નબળી પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શકયતા છે. જયારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ નવસારી, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial