Advertisement
Author: નોબત સમાચાર

જેલમાં રહેલા કેદીઓને કોર્ટમાં રજૂ કરવા વીડિયો કોન્ફરન્સનો રાજ્યમાં મહત્તમ ઉપયોગ

છેલ્લા છ મહિનામાં ૫૩૬૭૨ કેદીને રજૂ કરાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૩: રાજ્યની જુદી જુદી જેલમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા કાર્યરત કરાયા પછી રાજ્યભરમાં છેલ્લા છ મહિનામાં ૫૩૬૭૨ કેદીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવાની સાથોસાથ સમય, માનવ સંશાધન અને નાણાની બચત કરવા માટે પોલીસ, જેલ વિભાગ તથા ન્યાયતંત્રના સંકલનથી કેદીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જે તે કોર્ટમાં રજૂ કરવાની કામગીરીમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર બન્યું છે.

સરકાર દ્વારા ર૩ યુનિટ સોફ્ટવેર સાથે રાજ્યની જેલમાં ૮૩ વીડિયો કોન્ફરન્સીંગ સિસ્ટમ કાર્યરત કરી છેલ્લા છ માસમાં ૫૩૬૭૨ કેદીને રજૂ કરી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સમય, નાણા, માનવ સંશાધનની બચત સાથે ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh