Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ની ક્વિક રીસ્પોન્સ ટીમની વધુ એક ગેરહાજરી નજરે ચઢીઃ
જામનગર તા. ૧૧: દ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા માટે ઉતરેલા બે યુવાનો પાણીના જોરદાર વહેણમાં તણાઈને દરિયા તરફ ઘસડાવા માંડતા તેઓએ પાડેલી ચીસના પગલે કાંઠા પર હાજર બે સ્થાનિક તરવૈયાએ રેસ્કયુ કર્યું હતું. ગોમતી નદીના કાંઠે કાયમ માટે ગેરહાજર રહેતી નગર પાલિકાની ક્વિક રીસ્પોન્સ ટીમની ગેરહાજરી વધુ એક વખત નજરે ચઢી હતી.
દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં તાજેતરમાં દર્શનાર્થે આવેલા ભાવિકોમાંથી કેટલાક યુવાનો ગોમતીનદીમાં સ્નાન માટે ઉતર્યા પછી પાણીના વહેણમાં બે યુવાનો તણાવવા માંડ્યા હતા.
આ યુવાનોએ જીવ બચાવવાનો શરૂ કરેલા પ્રયાસો વચ્ચે બૂમાબુમ કરતા ગોમતી નદીના કાંઠે હાજર સ્થાનિક તરવૈયામાંથી અલ્તાફ મીર તથા કાયાભા નદીના વહેણમાં કૂદી પડ્યા હતા. આ યુવાનોએ ગોમતી નદીથી સમુદ્ર તરફ ખેંચાતા જતા બંનેેને બચાવી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોવા છતાં દ્વારકા નગરપાલિકાની ક્વિક રીસ્પોન્સ ટીમ ગોમતીનદીના કાંઠે હાજર હોતી નથી તે કરૂણ સચ્ચાઈ છે. અમૂક વખતે દરિયામાં ખેંચાઈ ગયેલા ભાવિકોના મૃત્યુ નિપજ્યાના બનાવો પણ બહાર આવતા રહેતા હોવા છતાં ટીમ હાજર રહેતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial