Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ મંદિરઃ
ખંભાળીયા તા. ૨૫ઃ ખંભાળીયામાં ઘી નદીના કાંઠે પ્રાકૃતિક વાતાવરણમાં ખામનાથ મહાદેવનું ભવ્ય શિવમંદિર આવેલું છેે. જે મંદિરની મુલાકાતે જામનગર વસાવતા પહેલા કચ્છથી આવેલા જામ રાવળે અહીં ઘી નદી તથા ખામનાથ મહાદેવની મુલાકાત લીધી હતી તથા જામનગરના રાજાઓનો રાજ્યાભિષેક માટે અહીં રાજગાદી રાખેલી.
ખામનાથ મહાદેવની સોમવાર તથા શ્રાવણ માસમાં સાંજે નગારા ઢોલ તથા ઘંટ સાથેની આરતી એકાદ કલાક થાય છે. જે અદ્ભુત અને રૃંવાડા ખડા કરી દે તેવી હોય છે. અહીં શ્રાવણ માસ દરમ્યાન વિશેષ દિનોમાં પ્રથમ દિવસથી અમાસ સુધી બારેક ઘી મહાપૂજાના વિશેષ દર્શન પણ યોજાય છે.
ખામનાથ મહાદેવમાં વિવિધ લાકડાના ઓઠા પર શુદ્ધ ઘીની પરત ચડાવીને ઘી ની મહાપૂજા વર્ષો પહેલા શરૂ થઈ હતી જે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ થઈ. ઘી ની મહાપૂજા એવી વિશેષ છે કે ખંભાળીયાના વતની લંડન અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાવિકો શ્રાવણ માસમાં અહીં આવવાનું પસંદ કરે છે.
બહુ ઓછા શિવમંદિરોમાં જ કાળભૈરવ, ચંડભૈરવ, બટુકભૈરવ, ગાયત્રી માતાજી મંદિર ઉપરાંત મંદિરમાંજ અન્ય શિવમંદિરો હાટકેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ઝડખંડી મહાદેવ, કુબેરભંડારી મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિત ઘણાં શિવમંદિરો અંદરના ભાગમાં જ આવેલા છે.
વર્ષો પહેલા અહીં શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે તથા સાતમ,આઠમ,નોમ લોકમેળો યોજાતો, હવે સ્થળ નાનુ લાગતા મેળો થતો નથી પણ ઘી ની પૂજા ચાલુ જ છે..ખામનાથ મહાદેવ મંદિરમાં શિવ, પાર્વતી, ગણેશની પ્રાચિન ચાંદીની ભવ્ય પ્રતિમા છે જેની શિવ વરણાંગી શિવરાત્રિના નીકળે છે. જે ખૂબ જ પ્રસિદ્ધ છે.
શ્રાવણ માસમાં સવારથી ભાવિકો અહીં પૂજા તથા દર્શને ઉમટે છે તથા સાયં આરતીમાં વિશાળ ભીડ અહીં ઉમટે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial