Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના જોડીયા માર્ગ પર વરસાદી પાણીના નિકાલ અંગે આવેદનપત્ર

જો જલભરાવ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૭: ધ્રોલમાં જોડીયા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જાય છે અને રસ્તાની બંને સાઈડની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. જેથી દર વર્ષે દુકાનદારોના માલ-સામાનને નુકસાન થાય છે. આ ઉપરાંત આ માર્ગ પરથી નીકળવામાં રાહદારીઓ અને નાના-મોટા વાહનોને ભારે મુશ્કેલી પડે છે. આ સમસ્ય અંગે અનેક વખત વેપારીઓ તથા સ્થાનિકોએ રજૂઆતો કરી છે.

આ માર્ગ નવો બનાવવા તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વેપારીઓએ આંદોલનની ચિમકી પણ આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh