Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કે.જી.થી ધો. ૮ સુધીના બાળકો માટે
જામનગર તા. ૩: જામનગરની એલ.જી.હરિયા સ્કૂલમાં ત્રણ દિવસ માટે જુનિયર સ્પોર્ટસ મીટ યોજાઈ હતી. જેમાં કે.જી. થી ધો. ૮ સુધીના છાત્રોએ ભાગ લીધો હતો.
આ મીટ દરમ્યાન ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના સેક્રેટરી ચંદુભાઈ શાહ, ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહ, જીનેશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓના વડા, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ધવલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ઈવેન્ટને સફળ બનાવવા વ્યાયામ શિક્ષક કપિલ ત્રિવેદી, દર્શના તરૈયા, કો.ઓ. રીટા ગોરી, શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. શાળાના છાત્રોએ વિશિષ્ટ ડ્રીલ રજૂ કરી હતી. આ સ્પોર્ટસ મીટના વિજેતાઓને પ્રમાણપત્રો તથા મેડલો આપવામાં આવ્યા હતા. સંચાલન શિક્ષક રાજ શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન બાળકોએ મનોરંજક ગીતો રજૂ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial