Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકોને ભાવતા ભોજન કરાવાયાઃ
જામનગર તા. ૬: કે.ડી. શેઠ જૈનશાળા બાળકોની દર્શન યાત્રા ગઈ તા. ર-૧૧-ર૦રપ ના સવારે કે.ડી. શેઠ ઉપાશ્રભયમાં બિરાજીત ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સમય-પ્રભા-દિવ્ય ગુરુણીના સુશિષ્ય ધરમ પૂજ્ય મંજુલાબાઈ સ્વામી આદિ થાણા-૩ ના દર્શન માંગલિક, રણજીતનગરમાં બિરાજી ગયાંનગચ્છના પરમ પૂજ્ય નિશાંત મુનિ મહારાજ સાહેબ થાણા-ર ના દર્શન માંગલિક શ્રવણ, સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજાર, જેએમવી શાહ ઉપાશ્રયમાં બિરાજીત પ.પૂ. આગમ-દર્શક, પ.પૂ. રાજેશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્ય, પ.પૂ. હર્ષમુનિ મહારાજ સાહેબ થાણા-ર ના દર્શન માંગલિક, તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રયમાં બિરાજીત શ્રમણ સંઘના પ.પૂ. સુભાશિજી મહાસતીજી આદિ થાણા-ર ના દર્શન માંગલિક, પટેલ કોલોની ઉપાશ્રયમાં બિરાજીત પ.પૂ. કેશવજી મુનિ મહારાજ સાહેબ થાણા-ર અને પ.પૂ. કમળાબાઈ સ્વામી આદિ થાણાના દર્શન માંગલિક અને ત્યાંથી બધા જ બાળકોને તેમને ભાવતું ભોજન કરવા લઈ જવાયા હતાં. સાશનચંદ્રિકા પ.પૂ. હિરાબાઈ સ્વામી, પ.પૂ. જ્યોતિબાઈ સ્વામીના સુશિષ્ય પ.પૂ. ઉષાબાઈ સ્વામીના સંસારી ભાઈ સુરેશભાઈ બાબુલાલ મહેતા પરિવાર, હસ્તે રૂપાબેન-સિદ્ધાર્થ સુરેશભાઈ મહેતાએ સહયોગ આપ્યો હતો. તેઓએ બાળકોનેભેટ આપી તેમજ ક્રિશા અજય શેઠ તેમજ વેદાંત વારિયાના જન્મદિવસ નિમિત્તે ભેટ ચાદીબજાર સંઘમાં સંઘમાતા પરિવાર હસ્તે મયુરભાઈ શાહ અને પટેલ કોલોની સંઘ દ્વારા પ્રભાવના તેમજ કે.ડી. શેઠ ઉપાશ્રય દ્વારા આઈસક્રીમ આપી બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ વ્યવસ્થા માટે પૂજાબેન પટેલ-નેહાબેન ખજૂરિયા-ધારાબેન મહેતા તેમજ સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટી અજય શેઠ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડી સાથે જોડાયેલા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial