Advertisement
Author: નોબત સમાચાર

જિયો યુઝર્સને અઢાર મહિનાનું ગૂગલ એઆઈ નિઃશુલ્ક મળશેઃ ડિજિટલ બૂનિયાદ બનશે મજબૂત

રિલાયન્સ અને ગૂગલ વચ્ચે એઆઈ ક્રાન્તિને વેગ આપવા સહભાગિતાઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩૧ઃ રિલાયન્સ અને ગૂગલ વચ્ચે કન્ઝયુમર્સ અને એન્ટરપ્રાઈઝીસમાં ભારતની એઆઈ ક્રાંતિને વેગ આપવા માટે ભાગીદારી નકકી થતા જિયો યુઝર્સને રૂ. ૩૫,૧૦૦ પ્રતિ યુઝરની કિંમતવાળા ૧૮ મહિનાનું ગૂગલ એઆઈ પ્રો નિઃશુલ્ક મળશે.

રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અને ગૂગલે આજે ભારતભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્વીકૃતિને વેગ આપવા માટે એક વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે - જે રિલાયન્સના 'એઆઇ ફોર ઓલ' વિઝન સાથે સુસંગત રહીને ગ્રાહકો, એન્ટરપ્રાઇઝિસ અને ડેવલપર્સને સશક્ત બનાવશે. આ સહયોગ રિલાયન્સના અજોડ સ્કેલ, કનેક્ટિવિટી અને ઇકોસિસ્ટમની પહોંચને ગૂગલની વિશ્વ-કક્ષાની એઆઇ ટેક્નોલોજીની સાથે રજૂ કરી રહૃાું છે. આ તમામ પહેલો થકી એકસાથે એઆઇની પહોંચને વ્યાપક બનાવવા અને ભારતના એઆઇ-સંચાલિત ભવિષ્ય માટે ડિજિટલ પાયાને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે.

જિયો યુઝર્સ માટે ગૂગલ એઆઇ પ્રો

ગૂગલ રિલાયન્સ ઇન્ટેલિજન્સ સાથેની ભાગીદારીમાં ગૂગલના એઆઇ પ્રો પ્લાનને તેના જેમિનીની નવીનતમ આવૃત્તિ સાથે એલિજિબલ જિયો યુઝર્સ માટે ૧૮ મહિના માટે વિના મૂલ્યે શરૂ કરશે. આ ઓફરમાં જેમિની એપમાં ગૂગલના સૌથી સક્ષમ જેમિની ૨.૫ પ્રો મોડેલની વધુ વિસ્તૃત એક્સેસ, તેમના અદ્યતન નેનો બનાના અને વીઓ ૩.૧ મોડેલ્સ સાથે આકર્ષક ઇમેજિસ અને વીડિયોઝ જનરેટ કરવા માટેની હાયર લિમિટ્સ, અભ્યાસ અને સંશોધન માટે નોટબૂક એલએમની વિસ્તૃત એક્સેસ, ટુ ટીબી ક્લાઉડ સ્ટોરેજ અને બીજું ઘણું બધું સામેલ છે. આ ૧૮ મહિનાની ઓફરની કિંમત ૩૫,૧૦૦ છે.

એલિજિબલ જિયો યુઝર્સ માયજિયો એપ દ્વારા આ ઓફરને સરળતાથી એક્ટિવેટ કરી શકશે. ભારતના યુવાનોને સશક્ત બનાવવાના જિયોના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આ રોલઆઉટની શરૂઆત ૧૮થી ૨૮ વર્ષની વયના અનલિમિટેડ ૫ય્ પ્લાન ધરાવતા યુઝર્સ માટે અર્લી એક્સેસ સાથે થશે અને શક્ય તેટલા ઓછા સમયમાં રાષ્ટ્રવ્યાપી દરેક જિયો ગ્રાહકને આવરી લેવા માટે ઝડપથી વિસ્તૃત બનાવવામાં આવશે.

આ ભાગીદારી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્યને અનુરૂપ જિયો યુઝર્સ માટે એઆઇ સંચાલિત વધુ આનંદદાયક સ્થાનિક અનુભવો લાવવા માટે પણ સંશોધન કરશે.

ગૂગલના એઆઇ હાર્ડવેર એક્સેલરેટર્સ સાથે એઆઇ ઇનોવેશનને વેગ

મલ્ટી-ગીગાવોટ, સ્વચ્છ ઊર્જા-સંચાલિત, અત્યાધુનિક સાર્વભૌમ કમ્પ્યુટર ક્ષમતાઓ તૈયાર કરવાની તેના વિઝનને અનુરૂપ રિલાયન્સ તેના અદ્યતન એઆઇ હાર્ડવેર એક્સેલરેટર્સ, ટેન્સર પ્રોસેસિંગ યુનિટ્સ (ટીપીયુ)ની પહોંચને વિસ્તારવા માટે ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારીની જાહેરાત કરી રહૃાું છે. આનાથી વધુ ઓર્ગેનાઇઝેશન્સ મોટા, વધુ જટિલ એઆઇ મોડેલોને તૈયાર કરવા અને ઉપયોગમાં લેવા તેમજ વધુ માંગ ધરાવતાં પ્રોજેક્ટ્સને પાર પાડવામાં અને વ્યાપક ભારતીય એઆઇ ઇકોસિસ્ટમમાં એઆઇની સ્વીકૃતિને વેગ આપવા માટેની તકનિકી ક્ષમતા પૂરી પાડવા સક્ષમ બનશે.

તે ભારતના રાષ્ટ્રીય એઆઇ બેકબોનને પણ મજબૂત બનાવશે, જે ભારતને વૈશ્વિક એઆઇ પાવરહાઉસ બનાવવાની વડાપ્રધાન દ્વારા વ્યક્ત કરાયેલા વિઝનને બળ પૂરું પાડે છે.

ભારતીય ઉદ્યોગજગત સુધી જેમિની એન્ટરપ્રાઇઝ પહોંચાડવું

આ વિસ્તૃત સહયોગ રિલાયન્સ ઇન્ટેલિજન્સને ગુગલ ક્લાઉડ માટે વ્યૂહાત્મક ગો-ટુ-માર્કેટ પાર્ટનર તરીકે પણ સ્થાપિત કરે છે, જે ભારતીય સંસ્થાઓમાં જેમિની એન્ટરપ્રાઇઝને સ્વીકારવા પ્રેરિત કરે છે. જેમિની એન્ટરપ્રાઇઝ એ ઉદ્યોગો માટે એક નેક્સ્ટ જનરેશન, યુનિફાઈડ એજન્ટિક એઆઈ પ્લેટફોર્મ છે જે દરેક કર્મચારી માટે, દરેક વર્કફ્લો માટે ગૂગલ એઆઈની શ્રેષ્ઠ પ્રસ્તુતિને આણે છે. તે ટીમ્સને એઆઈ એજન્ટ્સ શોધવા, રચવા, વહેંચવા અને ચલાવવા માટે એક સુરક્ષિત વાતાવરણમાં સશકત બનાવે છે.

રિલાયન્સ ઇન્ટેલિજન્સ જેમિની એન્ટરપ્રાઇઝમાં તેના પોતાના પ્રિ-બિલ્ટ એન્ટરપ્રાઇઝ એઆઈ એજન્ટ્સને વિકસાવવાની સાથે તેની પ્રસ્તુતિ પણ કરશે, જે વપરાશકર્તા માટે ગૂગલ-બિલ્ટ અને ત્રાહિત-પક્ષના એજન્ટ્સ એ બંનેની ઉપલબ્ધ પસંદગીનો વિસ્તાર કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ટેલિજન્સનો ઉદ્દેશ ૧.૪૫ અબજ ભારતીયો માટે ઈન્ટેલિજન્સ સેવાઓને સુલભ બનાવવાનો છે. ગૂગલ જેવા વ્યૂહાત્મક અને લાંબા ગાળાના ભાગીદારો સાથે અમારા સહયોગ દ્વારા, અમે ભારતને ફક્ત એઆઈ-એનેબલ્ડ જ નહીં પરંતુ એઆઈ-એમ્પાવર્ડ બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ  જેમાં દરેક નાગરિક અને એન્ટરપ્રાઇઝ કાંઈક સર્જન કરવા, નવીનતા લાવવા અને વિકસવા માટે ઈન્ટેલિજન્ટ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે.

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, *ભારતના ડિજિટલ ભવિષ્યને આગળ ધપાવવાના ગૂગલના લક્ષ્યાંકમાં રિલાયન્સ ઘણા લાંબા સમયથી ભાગીદાર છે - સાથે મળીને અમે લાખો લોકોની સસ્તા ઇન્ટરનેટ સુધી પહોંચ વિસ્તારી છે અને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવ્યા છે. હવે, અમે આ સહયોગને એઆઈ યુગમાં લાવી રહૃાા છીએ. આજની આ જાહેરાતથી ગૂગલના અત્યાધુનિક એઆઈ ટૂલ્સ ગ્રાહકો, ઉદ્યોગો અને ભારતના વાઈબ્રન્ટ ડેવલપર સમુદાયના હાથમાં આવશે. આ ભાગીદારી સમગ્ર ભારતમાં એઆઈ સુધીની પહોંચને વિસ્તૃત કરવામાં ખૂબ મદદ કરશે તે બાબતે હું અત્યંત ઉત્સાહિત છું.*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh