Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભુજમાં સૈનિકો સાથે 'બડાખાના' પછી કર્યો રણકાર
ભુજ તા. ૨: વિજયા દશમીએ આજે ભુજની ધરા પરથી રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે હવે સીમાપાર હરકત કરી છે, તો સખત કદમ ઉઠાવાશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહૃાું કે જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે. હવે લાહોર નહીં કરાંચી....
રક્ષામંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ 'બુરાઈ પર અચ્છાઈ', 'અધર્મ પર ધર્મ', અને 'અસત્ય પર સત્ય'ની જીતનો પ્રતીક છે. તેમણે કહૃાું કે થોડા સમય પહેલાં પણ હું ભુજ આવ્યો હતો, પણ ત્યારે સૈનિકો સાથે ભોજન નહોતું થઈ શક્યું. મેં ત્યારે વચન આપ્યું હતું કે હું જલદી પાછો આવીશ અને સાથે ભોજન કરીશ. આજે તે શક્ય બન્યું છે.
રાજનાથ સિંહે કચ્છના બોર્ડર પર તૈનાત સૈનિકોની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમણે કહૃાું કે આ ધરતીની રેતીમાં વીરતા છે. અહીંના લોકો કઠિન પરિસ્થિતિઓમાં પણ ખુશીથી જીવે છે. ૨૦૦૧ના ભૂકંપ પછી ભુજના લોકો અને આપણા સૈનિકોએ તેને ફરીથી ફોનિક્સ પક્ષીની જેમ ઊભું કર્યું છે. અહીં લાંબી સમુદ્રી સીમા છે, જે આપણને અહીં સક્રિય રહેવાનું શીખવે છે.
રાજનાથ સિંહે જણાવ્યું કે 'બડા ખાના' (સૈનિકો સાથે બેસીને ભોજન) કોઈપણ ભેદભાવને દૂર કરે છે અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ યાદ અપાવે છે. તેમણે સૈનિકોને ખાતરી આપી કે સરકાર તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ક્યારેય પાછળ નહીં રહે અને સૈનિકોના કલ્યાણ સાથે કોઈ સમાધાન નહીં થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial