Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા. ૧૭-૦૯-૨૫ બુધવારના પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટમાં પાણીના જાવકની ૮૦૦ એમ.એમ.ડાયા.ની શંકર ટેકરી ઈ.એસ.આર.ની પાઈપ લાઈનમાં ફલોમીટર અને વાલ્વ ફીટ કરવાનું હોવાથી શંકર ટેકરી ઈ.એસ.આર.થી પાણી વિતરણ થતા પવનચકકી, જામનું ડેરૂ અને પાબારી ઝોન તથા શંકર ટેકરી ઈ.એસ.આર.માંથી થતું પાણી વિતરણ બંધ રહેશે.
જામનગર શહેરમાં પાણી વિતરણ કરતા શંકર ટેકરી ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો જામનું ડેરૂ ઝોનમાં સમાવિષ્ટ ખોજાનાકુ, ખોજાવાડ, રંગુનવાલા વિસ્તાર, ભાનુશાળી વાડ, શેઠ ફળી, બર્ધન ચોક, મુલ્લા મેડી, અને પાબારી ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારો જેવા કે ખંભાળીયા નાકાથી સેન્ટ્રલ બેંક વિસ્તાર, હવાઈ ચોક, નાગર ચકલો હવેલી વિસ્તાર પંચેશ્વર ટાવર, વંડાફળી, બેડી ગેઈટ, રણજીત રોડ, કડીયાવાડ, ગ્રેઈન માર્કે, કે.વી. રોડ, ત્રણ દરવાજા, રેલનગર, ભોંયવાડો, લંઘાવાડનો ઢાળીયો, ચાંદી બજાર, રતનબાઈની મસ્જીદ વાળો વિગેરે વિસ્તારો, પવન ચકકી ઝોનમાં સમાવિષ્ટ આવતા વિસ્તારો પ્રેમચંદ કોલોની, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મનહરભાઈ ઝાલાના મકાનવાળી શેરી, કિશાન ચોક, અંજલી ન્યૂઝવાળી શેરી, હીરાસર વાસ, ખોજા નાકુ, ટીટોડી વાડી, સુમરાચાલી, તવા રેસ્ટોરન્ટવાળી શેરી, બાવાવાડ, કબીર આશ્રમ, ઉનની કંદોરી, નાગ૨૫રા, કનખરા સમાજ, ખાઈ ફળી, સોનીની વાડી, મતવા શેરી, એમ.જે.પાર્ક, વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.
ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઈજનેર (વોટર વર્કસ શાખા જામનગર મહાનગર પાલિકા)ની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial