Advertisement
Author: નોબત સમાચાર

પહલગામ આતંકી હુમલાના મૃતકોને દેશભકિતના ગીત-સંગીત સાથે શ્રદ્ધાંજલિ

જામ્યુકો દ્વારા ટાઉનહોલમાં યોજાયો કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તા.૨૨ એપ્રિલના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર સ્વજનોને દેશભક્તિ ગીતના માધ્યમથી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧લી મે ના મ્યુનિ. ટાઉનહોલમાં રાત્રે ૯ કલાકે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને સમગ્ર ટાઉનહોલ દેશભક્તિ ગીત તથા ગુજરાતી લોકસાહિત્યના  દેશભક્તિના ગીત-સંગીતથી ગુંજી ઉઠયો હતો

 શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, માન.ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપ શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા આશિષભાઇ જોશી, દંડક  કેતનભાઈ નાખવા, રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઈ શીંગાળા, ચેરમેન ન.પ્રા.શિ.સ. પરસોતમભાઈ કકનાણી, મ્યુનિ.સભ્યો ડીમ્પલબેન રાવલ, જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, અલ્કાબા જાડેજા, સુભાષભાઈ જોષી, પરાગભાઈ પટેલ, સરોજબેન વિરાણી, કિશનભાઈ માડમ, જશુબા ઝાલા, પ્રભાબેન ગોરેચા, અમીતાબેન બંધીયા, અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠીયા, તૃપ્તિબેન ખેતીયા, કુસુમબેન પંડયા, ધીરેનકુમાર મોનાણી, મુકેશભાઈ માતંગ, પાર્થભાઈ જેઠવા, હર્ષાબા જાડેજા, ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી, પાર્થભાઈ કોટડીયા, વિરોધપક્ષ ઉપનેતા રાહુલભાઈ બોરીચા, હસમુખભાઈ હિંડોચા-ગોવા શિપયાર્ડ ડાયરેક્ટર અને પૂર્વ શહેર અધ્યક્ષ,પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પૂર્વ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પવનહંસના ડાયરેક્ટર અને પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, ન.પ્રા.શિ.સ.ના પૂર્વ ચેરમેન વસંતભાઈ ગોરી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ન.પ્રા.શિ.સ.ના વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ, ડે. કમિશનર ડી.એ.ઝાલા સાહેબ, આસી.કમિશનર ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઈજનેર નીતિનભાઈ દીક્ષિત, કાર્યપાલક ઈજનેર એન.એમ. પટેલ તથા અધિકારીઓ/કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તથા ચેરમેન સ્ટે.કમિટી નીલેશભાઈ કગથરા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમને બિરદાવી મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ તથા દિવંગત આત્માઓના મોક્ષ અર્થે પ્રાર્થનારૂપે સંદેશો આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh