Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ ટેરિફના પ્રભાવથી પ્રારંભમાં કડાકા પછી સુધારો
મુંબઈ તા. ૩૧: આજે શેરબજારમાં પ્રારંભિક મોટો ધડાડો જોવા મળી રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર ૨૫% ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી હતી. નિફટી ૨૦૦થી વધુ પોઈન્ટના ઘટાડા પછી ખૂલ્યો, જ્યારે સેન્સેક્સમાં ૭૫૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. જ્યારે બેંક નિફટી લગભગ ૩૦૦ પોઈન્ટ, નિફટી આઈટી ૨૧૫ પોઈન્ટ અને એફએમસીજી ૩૦૦ પોઈન્ટથી વધુ પોઈન્ટ ઘટીને ટ્રેડ રહ્યો હતો. તે પછી બપોરે સુધારો જોવા મળ્યો હતો અને રિકવર થઈને સેન્સેકસ ૨૦૦ અને નિફટીમાં ૬૩ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે.
લગભગ ૨% ઘટયા. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ માત્ર ૧૦ મિનિટમાં લગભગ ૫.૫૦ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. ૪૫૩.૩૫ લાખ કરોડથી ઘટીને રૂ. ૪૪૯ લાખ કરોડ થયું હતું. પરંતુ બપોરે સુધારો શરૂ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial