Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા નોરતે જ વરસાદ થતા ખેલૈયાઓ મુંઝાયા
અમદાવાદ તા. ૨૨: પહેલા નોરતે ગરબા પહેલા વરસાદે દસ્તક દીધી છે અને ભાવનગર શહેરમાં વહેલી સવારે બે ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયુ છે, જેથી ખેલૈયાઓ મુંઝાયા છે.
આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે ૨૨મી સપ્ટેમ્બરે પહેલા નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે પણ રાજ્યના અનેક વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે. ભાવનગર શહેરમાં પણ વહેલી સવારે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો વલસાડમાં પણ આજે વરસાદ પડયો હોવાના અહેવાલો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ૨૦૨૫નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહૃાું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial