Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઊંચુ રિઝલ્ટ
દ્વારકા તા. ૬: દ્વારકા જિલ્લામાં અનેક શાળાઓનું ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે.
ગઈકાલે જાહેર થયેલ ધો. ૧ર વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં દ્વારકા જિલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતા સાયન્સ પ્રવાહમાં ૯૦.૮૪ ટકા તથા સામાન્ય પ્રવાહમાં ૯પ.૬૯ ટકા પરિણામ સાથે દ્વારકા જિલ્લામાં ર૦ર૪ કરતા ર૦રપ માં પરિણામ અપ થયું છે. સામાન્ય પ્રવાહનું ર૦ર૪ માં ૯પ.૦૩ ટકા હતું જ્યારે ર૦રપ માં ૯પ.૬૯ ટકા થયું છે, જ્યારે ર૦ર૪ માં ૮૬.૪૬ ટકા વિજ્ઞાન પ્રવાહ સામે ર૦રપ માં ૯૦.૮૮ ટકા થયું છે.
ભાણવડના પુરૂષાર્થ વિદ્યાલયના વારોતરિયા સાહીલએ ૯૯.૯૪ પી.આર. સાથે સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં ૬ઠ્ઠા નંબરે તથા જિલ્લા દ્વારકામાં પ્રથમ નંબરે આવ્યો હતો. વાણિજ્ય વ્યવસ્થામાં ૧૦૦ માંથી ૯૯, એસ.પી.માં ૧૦૦ માંથી ૯૯, આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૯૮ તથા એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ મળ્યા હતાં. ચાવડા પલક ગ્રુપ બી વિજ્ઞાન પ્રવાહમાં ૦૯ ટકા સાથે પ્રથમ રહી હતી.
મીઠાપુર ટાટા કેમિકલ્સ હાઈસ્કૂલનું ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા રીઝલ્ટ આવ્યું હતું. હાથિયા રાજ ૯૦.૮૬, જાદવ ધ્રુવિકા ૮૯.૮૬, પાબારી મંથન ૮૭.૧૪ ટકા મેળવ્યા હતાં, જ્યારે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૭.પ૦ ટકા પરિણામ સાથે છાપરા અનીશા ૮૪ ટકા, જેઠવા અવની તથા બથવાણી દેવાંગ પ્રથમ ત્રણ નંબરે આવ્યા હતાં.
ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાનું ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૬.૮૪ ટકા પરિણામ આવ્યું હતું. ૩૮ માંથી ૩૩ પાસ થયા હતાં. ચાવડા પ્રવિણ ૯૮.૮૧ પી.આર., ચોપડા જતિન ૯૮.૧૦, કણઝારિયા સુમીત ૯૭.પ૯ ટકા આવ્યા હતાં.
અગત્સ્ય શાળાનું ધો. ૧ર સાયન્સનું ૯૮.૪૧ ટકા પરિણામ આવ્યું હતું, જેમાં ભાટિયા હિતેષ ૯૭.૬૭ પી.આર., આબંલિયા દિવ્યેશ ૯૭.૩૭, કણઝારિયા સોહમ ૯૬.પ૬ હતાં. સામાન્ય પ્રવાહનું ૯પ.૪પ ટકા પરિણામ આવેલ. છૈયા રવિના ૯૮, પંચાસરા ભૂમિકા ૯૮, ચાવડાય દીપ ૯૭ હતાં. રાજકુમાર વિવેકાનંદ શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું હતું. ચાવડા અમિત જિલ્લામાં તૃતીય ક્રમે આવેલ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial