Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૩: ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અને ઈમિગ્રેશન બાબતોને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલ ઈમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, ર૦રપ તા. ૧-સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. ગૃહમંત્રાલયે સોમવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ બિલ સંસદના બજેટ સત્ર દરમિયાન પસાર થયું હતું અને ૪-એપ્રિલ-ર૦રપ ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેને કાયદા તરીકે લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના અધિક સચિવ નિતેશકુમાર વ્યાસ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર, ઈમિગ્રેશન અને વિદેશી અધિનિયમ-ર૦રપ (ર૦રપ ના ૧૩) ની કલમ ૧ ની પેટા કલમ (ર) માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ૧-સપ્ટેમ્બર-ર૦રપ ને અમલીકરણની તારીખ જાહેર કરે છે.
આ કાયદા હેઠળ ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા બહાર નીકળવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનારા (એટલે કે છેતરપિંડી કરે છે) હવે સાત વર્ષ સુધીની જેલ અને મહત્તમ ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. લઘુત્તમ સજા ર વર્ષ અને લઘુત્તમ ૧ લાખ રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વિદેશી નાગરિક માન્ય પાસપોર્ટ અથવા મુસાફરી દસ્તાવેજ વિના, જેમ કે વિઝા વિના, ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને પ વર્ષ સુધીની જેલ અથવા પ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે.
આ કાયદાએ બ્યુરો ઓફ ઈમિગ્રેશનને વધુ મજબૂત બનાવ્યું છે. હવે આ એજન્સી ગેરકાયદેસર વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશનિકાલ કરી શકશે અને રાજ્યો સાથે સીધો સંકલન કરશે. આ સાથે હોટલ, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ માટે સમયાંતરે વિદેશી નાગરિકો સંબંધિત માહિતી પૂરી પાડવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. જો કોઈપણ સંસ્થામાં ગેરકાયદેસર વિદેશી નાગરિકો મળી આવશે, તો તેનું નોંધણી રદ્દ કરવામાં આવશે. તમામ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને જહાજ કંપનીઓએ ભારત પહોંચતા જ તેમના મુસાફરો અને ક્રૂની સંપૂર્ણ સ્પષ્ટ અને આગોતરી માહિતી સિવિલ ઓથોરિટી અથવા ઈમિગ્રેશન અધિકારીને આપવાની રહેશે.
નવા કાયદાના અમલ પછી જૂનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. આ નવો કાયદો વિદેશી નાગરિકો અને ઈમિગ્રેશન સંબંધિત તમામ બાબતોને એક જ કાયદા હેઠળ લાવે છે. અત્યાર સુધી પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ-૧૯ર૦ સહિત ચાર અલગ-અલગ કાયદા અમલમાં હતાં. આમાં વિદેશીઓની નોંધણી અધિનિયમ ૧૯૩૯ નો સમાવેશ થાય છે. ફોરેનર્સ એક્ટ ૧૯૪૬ અને ઈમિગ્રેશન (કેરિયર્સ લાયબિલિટી) એક્ટ, ર૦૦૦ હવે આ બધા કાયદા રદ્દ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય માને છે કે, આ કાયદો ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઈમિગ્રેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાંઆવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial