Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડમ્પરચાલકે એસટી બસને ઠોકર મારતા અકસ્માતઃ
જામનગર તા. ૧૭: ખંભાળિયાના દાત્રાણા ગામના વૃદ્ધનું બીમારી સબબ સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમાં રહેતા ખીમાભાઈ પરબતભાઈ ચાવડા નામના ૯૨ વર્ષના વૃદ્ધને બીમારી સબબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
ખંભાળિયા તાલુકાના દાતા ગામ પાસે ગઈ સાંજે પસાર થતી બસને પાછળથી આવી રહેલા ડમ્પરે ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેના કારણે અમૂક લોકોને ઈજા થઈ હતી.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં રહેતા એસટી બસચાલક ભરતસિંહ ગોવુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગઈ સાંજે તાલુકાના દાતા ગામ પાસેથી બસમાં મુસાફરો સાથે પસાર થતાં હતા ત્યારે જીજે-૩-બીવાય ૫૫૮૭ નંબરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને બસને ઠોકર મારી હતી. જેમાં અમૂક લોકોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે પોલીસે જામનગરના ડમ્પરચાલક ટપુભાઈ પરબતભાઈ અસ્વાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial