Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીને અરજી અને હેલ્પલાઈનમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૫: છત્તીસગઢ રાજ્યના રાયપુરમાં એક શખ્સે સિંધી સમાજના ઈષ્ટદેવ અંગે વાણીવિલાસ કરતા સિંધી સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે જામનગરના સિંધી યુવા સંગઠન દ્વારા એસપી કચેરીએ અરજી આપવા ઉપરાંત સાયબર ક્રાઈમની હેલ્પલાઈન પર ફરિયાદ કરી છે.
છત્તીસગઢ રાજ્યમાં રહેતા અમિત બધેલ નામના વ્યક્તિએ તાજેતરમાં છત્તીસગઢ રાજ્યના રાયપુરમાં પોતાના પ્રવચનમાં બફાટ કરી સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ અંગે એલફેલ વાક્યો બોલ્યા હતા. જેના પગલે વાયરલ થયેલા વીડિયોથી રોષની લાગણી પ્રસરી છે.
આ શખ્સે તમામ સિંધી વ્યક્તિ પાકિસ્તાની છે, તેમના ઈષ્ટદેવની પ્રતિમાને પણ પાકિસ્તાનમાં લગાવો તેવો બફાટ કરી અમિત બધેલે જે કાંઈ ગેરકાયદેસર કૃત્યો થાય છે તેમાં સિંધીઓ જ હોય છે તેમ ઉમેરી સિંધી સમાજની લાગણી દુભાવી છે.
ઉપરોક્ત વિધાનો સામે રોષે ભરાયેલા જામનગરના સિંધી યુવા સંગઠનના હોદેદાર મયુર ચંદન તેમજ એડવોકેટ વિવેક નેભાણી, કમલેશ તેજવાણી, કપિલ તીરથાણી, અનિતાબેન રામવાણી દ્વારા ઉગ્ર પ્રત્યાઘાત આપવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસના હેલ્પલાઈન નં.૧૯૩૦ પર આ બાબતની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial