Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપની દ્વારા આપવામાં આવેલુ બીલ અયોગ્ય ઠરાવી રદ્દ કરવા ફોરમનો આદેશ

૧ર વર્ષ સુધી ઓછી ડ્યૂટી વસૂલાયાનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરની એક પેઢીને બાર વર્ષ સુધી ઓછી વસૂલાયેલી ઈલેકટ્રીક ડ્યૂટીની ડિફરન્સની રકમ ભરપાઈ કરી આપવા વીજ કંપનીએ બીલ ફટકાર્યું હતું. તેની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ થઈ હતી. ફોરમે તે બીલ અયોગ્ય અને ભૂલ ભરેલુ ગણાવી ગ્રાહકની તરફેણમાં હુકમ કર્યાે છે.

જામનગરના ત્રણ દરવાજા નજીક આવેલી રાજ એન્જિનિયરીંગ નામની પેઢીને વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૪ સુધીના બોર્ડ ચાર્જના ડિફરન્સની રકમ ભરી આપવા માટે બીલ વીજ કંપની દ્વારા આપવામાં આવ્યું હતું. તે પછી એક વર્ષ પહેલાં વીજબીલની બાકી રકમ ભરવામાં નહીં આવે તો જોડાણ કાપવામાં આવશે તેવી જાણ પત્ર મારફતથી કરવામાં આવી હતી.

આ અંગે આ પેઢીના ભાગીદાર હરેશ હંસરાજભાઈ ઠક્કરે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વીજ કંપની સામે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અન્વયે વીજ કંપની દ્વારા દલીલ કરાઈ હતી કે, ઓડીટ ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે, બાર વર્ષ સુધી ઈલેકટ્રીક ડ્યૂટી ૨૦ ટકાના બદલે ૧૦ ટકા લેખે વસૂલાતી હતી. તેની સામે પેઢીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી ફોરમે વીજ કંપની દ્વારા આપવામાં આવેલું બીલ ખોટુ અને અયોગ્ય ઠેરવી ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. પેઢીના ભાગીદાર તરફથી વકીલ સોહિલ બેલીમ, રવિ ઝાલા, સલમાન શેખ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh