Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશ સંસદની સામાન્ય ચૂંટણી બની હિંસક એક નેતાનું મોતઃ બે મતદાન મથક બહાર બોમ્બ વિસ્ફોટ

આજે ૧૨.૭ કરોડ મતદારો કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ

                                                                                                                                                                                                      

ઢાકા તા. ૧૨: બાંગ્લાદ ેશમાં ચૂંટણી હિંસક બની રહી છે. ખુલનામાં અથડામણ થઈ છે. બીએનપી કાર્યકરનું મોત થયું છે. બે મતદાન કેન્દ્રોની બહાર બોમ્બ વિસ્ફોટ થતા થોડા સમય માટે મતદાન અટકયું હતું. આજે ૧૨.૭ કરોડ મતદારો મતદાન કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ દરમિયાન ખુલનામાં એક મતદાન કેન્દ્રની બહાર જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો સાથેની અથડામણમાં એક બીએનપી નેતા મોહિબુજ્જમાન કોચ્ચીનું મોત થયું હતું. બીએનપીનું કહેવું છે કે તેમનું મૃત્યુ ત્યારે થયું જ્યારે જમાતના એક નેતાએ તેમને ધક્કો માર્યો, જેના કારણે તેઓ ઝાડ સાથે અથડાયા.

બીજી તરફ, જમાત નેતાનો દાવો છે કે મોહિબુજ્જમાન હંગામા દરમિયાન ઢળી પડ્યા હતા અને તેમને હાર્ટ-એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું.

બીજી બાજુ બાંગ્લાદેશના મુન્શીગંજ-૩ અને ગોપાલગંજ સદર વિસ્તારમાં મતદાન કેન્દ્રની બહાર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મુન્શીગંજ-૩માં વિસ્ફોટ બાદ થોડીવાર માટે મતદાન રોકી દેવામાં આવ્યું હતું, જે હવે ફરી શરૂ થઈ ગયું છે. જ્યારે ગોપાલગંજ સદર વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં બે અંસાર જવાન (અર્ધલશ્કરી દળ) અને એક ૧૪ વર્ષની છોકરી ઘાયલ થયા છે.

બાંગ્લાદેશમાં આશરે ૧૨.૭ કરોડ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે લગભગ અડધા મતદારો ૧૮ થી ૩૭ વર્ષની વયના છે. આમાં આશરે ૪૫.૭ લાખ મતદારો પ્રથમ વખત વોટ આપશે.

બાંગ્લાદેશ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આજે બપોરે ૧૨ વાગ્યા સુધી દેશના ૪૨,૬૫૧ મતદાન કેન્દ્રોમાંથી લગભગ ૩૨,૭૮૯ કેન્દ્રો પર આશરે ૩૩% મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારી અખ્તર અહેમદે કમિશનના મુખ્યાલયમાં પત્રકારોને આ માહિતી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh