Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૪૧ મુસાફરો અને ક્રુ સહિત ૨૭૦ના જીવ લેનાર
લંડન/ નવી દિલ્હી/ અમદાવાદ તા. ૧૨: ૧૨ જુન, ૨૦૨૫ના અમદાવાદથી લંડન જતી બોઈંગ ૭૮૭-૮ ફલાઈટ ટેકઓફ કર્યાના થોડા સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ હતી એર ઈન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને વધારાના વળતરના બદલામાં દાવો કરવાનો અધિકાર છોડી દેવાની ઓફર કરી હોવાનો અહેવાલ વિદેશના અખબારમાં પ્રકાશિત થયા પછી સનસનાટી મચી જવા પામી છે.
તારીખ ૧૨ જૂન, ૨૦૨૫ના બપોરે ગુજરાતના અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. લંડન સ્થિત એક અખબારે એર ઇન્ડિયા પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ મુજબ, એર ઇન્ડિયાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને વધારાના વળતરના બદલામાં દાવો કરવાનો અધિકાર છોડી દેવાની ઓફર કરી છે.
એરલાઇન પરિવારોને રૂ.૧૦ લાખની વધારાની અંતિમ ચુકવણી આપીને સમાધાનની ઓફર કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, આ રૂ.૨૦ લાખ સુધીની હોય છે. પરિવારોએ એવી શરત સ્વીકારવી પડશે કે તેઓ ભવિષ્યમાં અકસ્માત સંબંધિત દાવાઓ દાખલ કરશે નહીં અને કંપનીને બધી કાનૂની જવાબદારીઓમાંથી મુક્ત કરશે. આ માફી કોઈપણ દેશ અથવા કોર્ટમાં લાગુ પડશે.
કાનૂની ટીમે એર ઈન્ડિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. ૧૩૦ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની ટીમે તેનો વિરોધ કરતા કહ્યું છે કે તપાસ અધૂરી છે અને જવાબદારી નક્કી કરવામાં આવી નથી. તેથી, તેમને મુકદ્દમાના તેમના અધિકારો છોડી દેવાનું કહેવું અન્યાયી છે. કેટલાક ઘાયલ પરિવારો માટે સારવાર હજુ પણ ચાલુ છે.
બીજી તરફ એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા આ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા દરેક અસરગ્રસ્ત પરિવારને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રારંભિક વચગાળાનું વળતર આપ્યા પછી, અમે નક્કી કર્યું છે કે દરેક પરિવારને અંતિમ વળતર વાજબી અને કાયદા અનુસાર છે.
ઉલ્લેખનિય છે કે, ૧૧ ફેબ્રુઆરીના, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને વિમાન દુર્ઘટનાની તપાસ માટે 'પ્રક્રિયાગત પ્રોટોકોલ' ની વિગતો આપતો અહેવાલ રજૂ કરવા કહૃાું. સરકારે જણાવ્યું હતું કે એએઆઈબી તપાસ તેના અંતિમ તબક્કામાં છે. એનજીઓ સેફ્ટી મેટર્સનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે ગંભીર અકસ્માત માટે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દ્વારા તપાસ નહીં, પરંતુ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની જરૂર છે, તો બેન્ચે જવાબ આપ્યો હતો. કે, એએઆઈબી તપાસના પરિણામની રાહ જોઈએ અને પછી નક્કી કરીએ કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી જરૂરી છે કે નહીં, જેથી ભૂષણે જવાબ આપ્યો હતો કે, ૮,૦૦૦ થી વધુ પાઇલટ્સ કહી રહૃાા છે કે બોઇંગ ૭૮૭ અસુરક્ષિત છે અને તેને ગ્રાઉન્ડેડ કરવી જોઈએ. એએઆઈબી તપાસ ટીમના પાંચ સભ્યો ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના છે. આના પર, કેન્દ્ર અને ડીજીસીએનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે પ્રશાંત ભૂષણને સંતોષવાનો એકમાત્ર રસ્તો ભૂષણની આગેવાની હેઠળની એક સમિતિની રચના કરવાનો છે. આગામી સુનાવણી ત્રણ અઠવાડિયામાં થશે.
અત્રે એ પણ ઉલ્લ્ેખનિય છે કે, બોઇંગ વિમાન દુર્ઘટનામાં ૨૭૦ લોકો માર્યા ગયા હતા, જેમાં ૬૦ વિદેશીઓનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial