Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂની બોટલ-ચપટા સાથે એક ઝબ્બેઃ
જામનગર તા. ૩: કાલાવડમાંથી પોલીસે એક શખસને ઈંગ્લીશ દારૂની બોટલ તથા ચપલા સાથે પકડી પાડ્યો છે. જ્યારે લાલપુરના પીપળી ગામમાંથી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે. એલસીબીએ સોનલનગરમાં બે શખ્સ સંચાલિત ભઠ્ઠી પર દરોડો પાડી દારૂ, આથો કબજે કર્યા છે.
કાલાવડ-ધોરાજી રોડ પરથી ગઈકાલે સાંજે પસાર થતાં શિતલા કોલોનીવાળા નિલેશ પરસોત્તમ ભટ્ટી નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ તથા એક ચપલુ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૭૦૦ દારૂ કબજે કરી નિલેશ ભટ્ટીની ધરપકડ કરી છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં અસીયા નાલામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા રેલવેના પહેલા પુલ નજીકથી જાલુભાઈ રાદેવભાઈ ગોદાણી નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી બે હજાર લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે.
ત્યાં નજીકમાં જ આવેલી ખીમીયા માણસી ગોદાણી નામના શખ્સની ભઠ્ઠી પણ ઝડપાઈ ગઈ છે. ત્યાંથી એક હજાર લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી આવ્યા છે. બંને આરોપી નાસી ગયા છે.
જામનગરમાં ખોડિયાર કોલોની સામે આવેલા સોનલનગરમાં કરણ ગુલાબભાઈ ડાભી તથા અજય લક્ષ્મણ મકવાણા નામના બે શખ્સના રહેણાંકમાં ગઈકાલે એલસીબી ટીમે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. ત્યાંથી એક હજાર લીટર આથો તથા તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. એલસીબીએ મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી છે. આરોપીઓએ પોતાના સાગરિત ભાવેશ દેવદાસ માયાણી તથા શક્તિ દેવદાસ માયાણીના નામ આપ્યા છે. ચારેય સામે સિટી સી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial