Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાધામાં એજ્યુ. ટ્રસ્ટ અને એલએનપી હાઈસ્કૂલ દ્વારા
ભાટીયાના રાધામાં એજ્યુ. ટ્રસ્ટ અને એલએનપી હાઈસ્કૂલના મેદાનમાં તાલુકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌએ કાર્યક્રમના પ્રારંભમાં વડાપ્રધાનના ઉદ્બોધનનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે મામલતદાર સુવા, ટીડીઓ ગૌરાંગ પરમાર, વકડી ડી.એલ.પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ હડીયલ, એલડીએ અને એલએનપીના પ્રિન્સીપાલ, યોગ ટિચર મેરામણભાઈ, નગરજનો, સરકારી કચેરીઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખે સ્વાગત પ્રવચન કર્યું હતું. યોગ તથા ખેલ મહાકુંભમાં સિદ્ધિ મેળવનારનું સન્માન કરાયું હતું. યોગ કોચ અને સંચાલક પ્રિયંકભાઈ તથા કાલિન્દ્ર ભાઈએ મહેમાનોને પુસ્તક તથા સ્મૃતિ ભેટ આપ્યા હતા. ત્યાર પછી સૌ એ દિવ્ય આસનો, પ્રાણાયામ અને હવન સહિતનો યોગ-અભ્યાસ કર્યો હતો. યોગ બોર્ડના કોચ જયાબેન તથા ગીતાબેને માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial