Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ સહિતના મહાનુભાવો દ્વારા દીકરીઓનું ભાવભર્યું સ્વાગત
જામનગર તા. ૮: સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં મહાનુભાવો દ્વારા ધો. ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર દીકરીઓનું પાઠય પુસ્તકો અને યુનિફોર્મ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરાયું હતું.
જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ૧૧ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૫ અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં દીકરીઓને શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન, સાંસદ અને અન્ય મહેમાનોના હસ્તે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર દીકરીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ આપીને શાળામાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરણ ૯ થી ૧૨માં પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
સાંસદ પૂનમબેન માડમે વિદ્યાર્થિનીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે રમતગમત, સાહસ અને હિંમત પણ કેળવવા અત્યંત જરૂરી છે. તેમણે દીકરીઓને મક્કમ નિર્ધાર સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રગતિ કરવા પ્રેરિત કરી હતી. આ તકે, પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આચાર્યા, શાળા સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સમારોહના સુંદર આયોજન અને સુશોભન બદલ સાંસદે તેમની જહેમતને બિરદાવી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, ભાજ૫ આગેવાન બીનાબેન કોઠારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિમલભાઈ સોનછાત્રા વિગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial