Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપનીની કચેરી સામેથી સીએનજી રિક્ષાની થઈ ઉઠાંતરી

ભરબપોરે વાહન ચોરાઈ ગયુંઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગરના લાલબંગલા વિસ્તારમાં વીજ કંપનીની ઓફિસ સામેથી એક આસામીની રૂ.૯૦ હજારની સીએનજી રિક્ષા મંગળવારે ભરબપોરે ચોરાઈ ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા દ્વારકેશ પાર્કમાં રહેતા હીરેનભાઈ મહેશભાઈ ભટ્ટ નામના આસામીએ ગયા મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે પોતાની જીજે-૧૦-ટીડબલ્યુ ૧૨૭૩ નંબરની સીએનજી રિક્ષા લાલબંગલા નજીક પીજીવીસીએલ કચેરી સામે રાખી હતી.

ત્યાંથી રૂ.૯૦ હજારની રિક્ષા કોઈ શખ્સ હંકારી ગયો છે. હીરેનભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહનચોર સામે બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh