Advertisement
Author: નોબત સમાચાર

વ્યાપક લગ્ન ગાળામાં ડી.જે.ના ઘોંઘાટથી લોકો ત્રાહિમામઃ બજારોમાં ઉભરાતી ભીડ

ખંભાળિયા શહેર-તાલુકામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય પંથકના વિસ્તારો ગામોમાં ૩-૨-૨૬થી લગ્નગાળો વ્યાપક પ્રમાણમાં શરૂ થતાં અને તેમાંયે ૭ થી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન વ્યાપક લગ્ન હોય વહેલી સવારથી ડીજે સાથે જાન નીકળતા લોકોને સવારે જ ઉંઘ ઉડી જાય અને રાત્રે દાંડીયારાસ નજીકમાં મોડી રાત્રિના બે-બે વાગ્યા સુધી હિલોળે ચડતા દાંડીયારાસ પ્રેમીઓથી રાતના ઉજાગરાની મોસમ જેવી સ્થિતિ થાય છે.

જો કે અતિશય લગ્ન ગાળાથી એક જ દિવસમાં બે-ત્રણ સ્થળે જમવા જવું પડે તેવું તો કયાંક માંડવા પણ ભાડે ના મળે, અન્ય મંડપનો શણગારનો સામાન ના મળે કે ગામડેથી કે બહારગામથી લાવવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

વાડીઓ જાનૈયા તથા મહેમાનોની છંલકાતી હોય પણ લગ્નના તથા કન્યાઓના સામાનોની દુકાનો, ઢોલી, મહેંદીવાળા તથા બ્યુટી પાર્લરવાળાને પણ તડાકો પડી ગયો છે. ખંભાળિયા જેવા નાના શહેરમાં દુલ્હન તૈયાર કરવાના ૨૫/૩૦ હજાર રૂપિયા એક પ્રસંગના બોલાવા લાગ્યા છે. તો દરરોજ જાનના ફુલેકા વરઘોડાની સાથે ફટાકડાની રમઝટ ચાલે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh