Advertisement
Author: નોબત સમાચાર

હરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન

જામનગરમાં આવેલા તપોવન ફાઉન્ડેશન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર નજીક વિજરખી પાસે કંકુનગરમાં તપોવન ફાઉન્ડેશન સંચાલિત હરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૫-૨-૨૬ના દિને મહાશિવરાત્રિ પર્વની પૂજા-અર્ચના, યજ્ઞ સાથે ભક્તિભાવથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૫-૨-૨૬ના સવારે ૬ વાગ્યે આરતી, ૭:૩૦ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્રનો આરંભ થશે. બપોરે ૧ વાગ્યે બીડું હોમવામાં આવશે, બપોરે ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફળાહાર), સાંજે ૬:૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે ૭ વાગ્યે દીપમાલા અને મહા આરતી થશે. તા. ૧૫-૨-૨૬ રાત્રે ૯ વાગ્યાથી તા. ૧૬-૨-૨૬ના સવારે ૬ વાગ્યા સુધી ચાર પ્રહરની અભિષેક સાથે પૂજા અને આરતીના દર્શન થશે.

આ ધાર્મિકોત્સવમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh