Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર, સલાયા, ભરાણા, આંબલા, પીર લાખાસર, કોટા, ઢેબર સહિત
ખંભાળિયા તા. ૭: ખંભાળિયા શહેર-તાલુકામાં મહોરમ નિમિત્તે તાજીયાના ઝુલુસની શાંતિપૂર્ણ રીતે પૂર્ણાહુતિ થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયા નીકળ્યા હતાં.
ખંભાળિયામાં ગઈકાલે મહોર્રમ નિમિત્તે તાજીયા- શહીદે કરબલાના ઝુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા હતાં. ખંભાળિયા શહેરમાં પીંજારા, પઠાણ સહિતના જુદા-જુદા સાત જમાતોના આકર્ષક તાજીયા આગલા દિવસે રાત્રે જ પડમાં આવ્યા હતા તથા ઢોલ નગરા સાથે તાજીયાના યુવાનોએ યા હુસેનના નારા તથા રમતો સાથે તાજીયાના ઝુલુસના સ્વાગત કર્યા હતા તથા આગલી રાત્રે આખી રાત્રિ અનેક સ્થળે લાઈવ તાજીયા પાર્ટી પણ થઈ હતી.
તાજીયાના ઝુલુસ વિવિધ વિસ્તારોમાંથી રાબેતા મુજબ નીકળ્યા હતા પાંચ હાટડી નગર ગેઈટ થઈને તાજીયા પૂર્ણ થયા હતાં.
આકર્ષક રોશની સાથે દિવસોની જહેમત પછી કલાત્મક તાજીયા બનાવાયા હતા રાત્રે પડમાં આવેલા તાજીયાને બપોર સુધી જે તે વિસ્તારોમાં દર્શનાર્થે રખાયા હતા. જેમાં ભાવિકો નાળિયેર વધારવા તથા પ્રસાદી માટે ઉમટયા હતા તે પછી ક્રમશઃ તાજીયાઓના ઝુલુસો શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી નગર ગેઈટ પાસે પૂર્ણ થયા હતા. પો.ઈ. બીજે. સરવૈયા તથા તેમની ટીમ દ્વારા આગલા દિવસ રાત્રિથી જ તથા ઝુલુસના સમગ્ર રૂટમાં ચૂસ્ત બંદોબસ્ત રખાયો હતો.
ખંભાળિયા ઉપરાંત વાડીનાર, કોટા, સલાયા, આંબલા ભરાણા, પીર લાખાસર, ઢેબર વિ. ગામોમાં પણ કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial