Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદે ફાળવેલા શૈક્ષણિક સાધનો અર્પણ કરાયાઃ બેટી બચાવો-બેટી પઢાઓ અને કન્યા કેળવણી, સ્વચ્છ ભારતનો સંદેશ વહેતો કરાયો
જામનગર તા.૯: કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણામાં 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી, જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધો. ૯ માં પ્રવેશ મેળવનાર કુલ ૧૩૩ બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપી શાળાઓમાં આવકારવામાં આવ્યા હતા, મંત્રીએ જામનગર જિલ્લામાં શિક્ષણની સુવિધાઓ તથા રાજ્યમાં ડ્રોપઆઉટ રેસિયોમાં ઘટાડાની માહિતી આપતા જણાવ્ય હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો સાચો પાયો શિક્ષણ છે.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળા, નેસડા પ્રાથમિક શાળા, હડિયાણા કન્યા શાળા અને હડિયાણા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્યનું સ્તર સુધરે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે હજુ પણ શાળાઓમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની સફળતાના પરિણામે વાલીઓમાં પણ શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા આવી છે. શાળાઓમાં નામાંકન દર વધારવા માટે તથા ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા માટે ગુજરાત સરકારને સારી સફળતા મળી છે. સરકારની આ શૈક્ષણિક પહેલમાં શિક્ષકો સાથે લોકોની પણ સહભાગીતા વધી છે. નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા શિક્ષણ ક્ષેત્રે નવસર્જન થયું છે જેના પરિણામે બાળકો ભાર વગરનું ભણતર અને સુવિધા સભર શિક્ષણ મેળવી રહૃાા છે. ગુજરાત સરકારના સો ટકા સાક્ષરતાના ધ્યેયને આગળ ધપાવવામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની મહત્ત્વની ભૂમિકા છે.
જામનગર જિલ્લાની વાવડી પ્રાથમિક શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં બાલવાટિકામાં ૨૧ બાળકો, આંગણવાડીમાં ૧૧ બાળકો, નેસડા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૧૦ બાળકો અને આંગણવાડીમાં ૪ બાળકો, હડિયાણા તાલુકા શાળા અને હડિયાણા કન્યાશાળામાં ધો.૯માં ૪૦ બાળકોએ, આંગણવાડીમાં કુલ ૨૦ બાળકો અને બાલવાટિકામાં ૨૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.પ્રવેશ મેળવનાર તમામ બાળકોને મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટ એનાયત કરીને શાળામાં આવકારવામાં આવ્યા હતા તથા બાળકોને ઉજળા ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ શાળાઓના પ્રતિભાશાળી બાળકોનું તથા જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તથા દાતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હડિયાણા તાલુકા શાળામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર તથા વોટર કુલર મંત્રીના હસ્તે શાળાને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બેટી બચાવો બેટી પઢાઓ, કન્યા કેળવણી, સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ વગેરે જેવા વિષયો પર વક્તવ્ય તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.કાર્યક્રમના અંતે શાળાઓના પટાંગણોમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર, અગ્રણીઓ જયસુખભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, બાબુભાઈ સોલંકી, દેવાતભાઈ સોલંકી, રસિકભાઈ ભંડેરી, મગનભાઈ પરમાર, મામલતદાર ગોહિલ, નાયબ બાગાયત નિયામક વિમલભાઈ નકુમ, બી.આર.સી.કોર્ડીનેટર ઝાલા, સી.આર.સી કોર્ડીનેટર કનુભાઈ જાટીયા, અધિકારીઓ, આગેવાનઓ, દાતાઓ શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial