Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડમાંથી પાંચ મહિલા તીનપત્તી રમતા પકડાયાઃ
જામનગર તા. ૬: જામનગરના ભોઈવાડામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. કાલાવડના કુંભનાથપરામાંથી પાંચ મહિલા ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ નજીક આવેલા ભોઈવાડામાં કુંડલીયા ફળીમાં શનિવારે સાંજે કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી પરથી સીટી એ ડિવિઝન સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં ગંજીપાના વડે રોનપોલીસ રમતા પ્રમોદ કિશનભાઇ જેઠવા, લક્ષ્મણભાઈ હરજીભાઈ ગોહિલ, ધર્મેન્દ્રભાઈ મોહનલાલ કુંડલીયા, અનિલભાઈ કરસનભાઈ જેઠવા, દિવ્યેશ મનસુખભાઈ કુંભારાણા નામના પાંચ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦,૩૦૦ રોકડા કબજે કર્યા છે.
કાલાવડ શહેરના કુંભનાથપરામાં શનિવારે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા મધુબેન કાળુભાઈ વાઘાણી, બેનાબેન પરેશભાઈ વાઘેલા, સમજુબેન મગનભાઈ વાઘાણી, મધુબેન પરસોતમભાઈ વાઘેલા કસ્તુરબેન વિક્રમભાઈ વાઘેલા નામના પાંચ મહિલા રૂ.૩૧૯૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial