Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫ ઓગષ્ટ પહેલા ઉકેલની માંગણી
જામનગર તા. ૨: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી વર્કરોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજય સરકારને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર જિલ્લા કલેકટરને પાઠવ્યુ હતું.
આંગણવાડી વર્કર અને હેલ્પરના સ્પર્શતા અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે જેનું આગામી ૧૫ ઓગસ્ટ પહેલા ઉકેલ લાવવા રજૂઆત અને માંગણી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮ અને રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨ પછી આંગણવાડી વર્કર અને હેલ્પના પગારમાં વધારો થયો નથી.
વર્ષ ૨૦૨૨થી તમામ કામગીરી ડીજીટલ થવા પામી છે. આથી નવા મોબાઈલ ફોનની ફાળવણી કરવામાં આવે બાળકોના પોષણ દરમાં વધારો કરવામાં આવે. નિવૃત્તિની વય મર્યાદા ૬૦ વર્ષની કરવામાં આવે.
રાજ્યમાં આંગણવાડી વર્કરની ૬૦૦૦ અને હેલ્પરની ૪૦૦૦ જગ્યા ખાલી પડી છે. ત્યાં તાત્કાલીક ભરતી કરવામાં આવે. બદલીનાં વિકલ્પનો લાભ આપવામાં આવે, પીએફ, પેન્શન અને ઈ.એસ.આઈનો લાભ આપવામાં આવે, પોષણ આહાર સહિતના બીલોની સમયસર ચૂકવણી કરવામાં આવે, કુપોષણના કામમાં વિક્ષેપ ઉભો થાય નહી આથી વધારાની કામગીરી આપવામાં આવે નહી.
જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે નહીં તો આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી પણ આ આવેદનમાં આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial