Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી દ્વારા કોઈ પગલાં નહી લેવાતા ફેલાતી નારાજગી

ખંભાળિયા લેટર કાંડ પ્રકરણની ગૂંજ!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ગુજરાત તથા કેન્દ્રમાં ભાજપ શીસ્તબદ્ધ અને કડકપગલાં માટે ભલે જાણીતું હોય, પણ ખંભાળિયા શહેરની હદમાં પ્રવેશતા જાણે શીસ્તનું નામું નંખાઈ જતું હોય તેવી સ્થિતિ હોવાનું ભાજપનું બહાર આવતા ભારે ચર્ચા જાગી છે.

તાજેતરમાં ખંભાળિયા પાલિકામાં સદસ્યો તથા રાજકીય હોદ્દેદારો દ્વારા પાલિકાના જ કેટલાક સદસ્યોની ખોટી સહીઓનો ઉપયોગ કરીને સ્થાનિક જિલ્લાના કે ધારાસભ્ય-સાંસદને કંઈ જાણ કર્યા વગર જ સીધો પત્ર શહેરી વિકાસ મંત્રીને લખતા મોટો વિવાદ ઊભો થયેલો, સરકારી પત્ર લેટર પેડ-જાવક નંબરનો ઉપયોગ, ખોટી સહીઓ વિગેરે મુદ્દે કેટલાક સદસ્યો દ્વારા આ બાબતે સ્થાનિક ભાજપના નેતાઓને આ અંગે કાર્યવાહી કરવા, લખવાને દિવસો થવા છતાં પણ કંઈ પગલાં લેવાની તો વાત બાજુ પર રહી, જે તે રજૂઆત કરનારાની બેઠક લઈ મુદ્દાઓની ચર્ચા પણ ના થતાં આવડા મોટા પ્રકરણમાં સ્થાનિક નેતાઓની અત્યંત ટીકાપાત્ર ઢીલી નીતિ સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બનવા સાથે જો આવી જ સ્થિતિ રહી તો આગામી પાલિકાની ચૂંટણીઓમાં તેના પડઘા પડે તો નવાઈ નહીં. પીઢ કાર્યકર પાલિકા સદસ્યોમાં પણ નારાજગી છે, તો ભૂતકાળના નેતાઓની વાતો થાય છે કે કેવી ત્વરિત કામગીરી થતી હતી, જયારે અત્યારે ભાજપ શીસ્તબદ્ધ પક્ષ છે તે ખંભાળિયામાં ભૂલી જવાનું! જેવી સ્થિતિ ભારે ટીકાપાત્ર બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh