Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૭૯૨ મણ મગફળી અને ૧૩૬ મણ તલ ઓળવી ગયોઃ
જામનગર તા. ૧૧: જામનગરના બજરંગપુર ગામના કેટલાક ખેડૂતો પાસેથી રૂ।.રર લાખથી વધુની મગફળી અને રૂ।.૩ લાખથી વધુના તલ મળી રૂ।.૨૬,૩૪,૩૬૨ની ખેત ઉપજ મેળવી લઈ કાલાવડના એક વેપારીએ ઠેંગો બતાવી દેતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ વેપારી સામે ગયા અઠવાડિયે ૧૮ ખેડૂતે રૂ।.૯૬ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ કર્યા પછી હાલમાં આ વેપારી પોલીસ રિમાન્ડ પર છે.
જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં વસવાટ કરતા ખેડૂત ભૂપતભાઈ પોલાભાઈ ભંડેરીએ પોતાની ખેત ઉપજ ગયા ડિસેમ્બર મહિનામાં કાલાવડના કુંભનાથપરામાં વસવાટ કરતા વેપારી દિલીપ નારદભાઈ સાવલીયાને વેચવા માટે આપી હતી. તેને એક મહિનો વીતી ગયો હોવા છતાં દિલીપ ભાઈએ તે ઉપજની રકમ ભૂપતભાઈને ચૂકવી ન હતી.
આ વેપારીની તપાસ કરાવાતા દિલીપ નારદભાઈ સાવલીયાએ ભૂપતભાઈ ઉપરાંત અન્ય કેટલાક ખેડૂતો પાસેથી પણ તેઓની જણસી ખરીદ્યા પછી તેની રકમ ન ચૂકવ્યાનું જણાઈ આવ્યું હતું તેથી ભૂપતભાઈએ ઉપરોક્ત ખેડૂતોનો સંપર્ક કરતા દિલીપ નારદભાઈએ કુલ ૧૭૯૨ મણ મગફળી, ૧૩૬ મણ તલ મળી કુલ રૂ।.૨૬,૩૪, ૩૬૨ની રકમ ન ચૂકવ્યાનું અને પોબારા ભણી લીધાનું ખૂલતા તમામ ખેડૂતો વતી ભુપતભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં કાલાવડ તાલુકાના સોરઠા ગામના કેટલાક ખેડૂતો સાથે રૂ।.૯૬ લાખથી વધુની જણસીની રકમ ન ચૂકવવા અંગે દિલીપ નારદભાઈ સાવલીયા સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરાયા પછી આ શખ્સની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ પર લીધો હતો. તે દરમિયાન વધુ એક ખેડૂતે રૂ।.૨૬ લાખથી વધુની છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial