Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારા ઘરે જમવા કોણ આવ્યું છે તેમ પૂછ્યા પછી
જામનગર તા. ૮: જામનગરના તિરૂપતિ પાર્ક-રમાં રહેતા એક આસામીને ત્યાં સોમવારે રાત્રે તેના મિત્રો જમવા આવ્યા હતા. ત્યારે પાડોશીએ કોણ આવ્યું છે તેમ પૂછ્યા પછી એક યુવાન પર રિવોલ્વરના કુદાથી હુમલો કરી કપાળમાં ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં વસવાટ કરતા અને સ્ટોક માર્કેટ અંગેનો વ્યવસાય કરતા રીઝવાનખાન ઈસરારખાન પઠાણ નામના આસામીના ઘેર સોમવારે તેના મિત્રો જમવા માટે આવ્યા હતા.
આ વેળાએ બાજુમાં રહેતા કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે તારા ઘેર કોણ આવ્યું છે અને શું કરવા માટે આવ્યા છે તેમ પૂછયા પછી બોલાચાલી કરી ગાળો ભાંડવા ઉપરાંત કુલદીપસિંહે પોતાના વાહનમાંથી પ્લાસ્ટિકની લાકડી કાઢી હતી અને રીઝવાનની પાછળ જઈ તેને ધક્કો મારી પછાડ્યા પછી પોતાની રહેલી પિસ્તોલનો કુદો માથામાં ફટકાર્યાે હતો. સિટી સી ડિવિઝનમાં રીઝવાનખાને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial