Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહપૂર્વક રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં ઈદગાહમાં ઈદની ઉજવણી સામૂહિક નમાજ અદા કરીને કરવામાં આવી હતી, જેમાં શહેર કાજી દ્વારા નમાજ કરાવાઈ હતી, જેમાં સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ હુસેનભાઈ ભોકલ, ઉપપ્રમુખ યાકુબ બાપુ બુખારી, રહીમભાઈ, ઈમ્તિયાઝખાન લોદીન, હારૂનભાઈ શેખ, મોહમ્મદ હુસેન ભગાડ, ફિરોઝ બ્લોચ વિગેરે જોડાયા હતાં. એક સાથે પાંચેક હજાર બિરાદરો નમાજમાં જોડાતા ઈદગાહ પર મેળા જેવું વાતાવરણ થઈ ગયું હતું. નમાજ પછી એકબીજાને ઈદ મુબારક કરીને ગળે લાગ્યા હતા.
ભાણવડમાં ઈદગાહ પર વિશાળ સંખ્યામાં લોકોએ શહેર કાજી પાસે નમાજ પઢી હતી. ખંભાળિયા તાલુકાના સલાયા, વાડીનાર, કોટા, ભરાણા, પીર લાખાસર જેવા ગામોમાં પણ ઈદની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી, તેમાં નાના ભૂલકાઓ પણ તેમના પિતા-સંબંધીઓ સાથે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial