Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગેશ્વર વિસ્તારમાં મહાકાલ ગ્રુપ દ્વારા
જામનગર તા. ૧૬: જામનગરના નાગેશ્વર વિસ્તારમાં શિવ શોભાયાત્રા પસાર થઈ ત્યારે ભગવાન શિવજી ની પાલખી સન્મુખ સ્થાનિક મહાકાલ ગ્રુપ દ્વારા ભક્તજનો માટે ૫૦૦ કિલો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથો સાથ બે આકર્ષક 'ઘોડી' ને તૈયાર કરવામાં આવી હતી અને શિવ સ્તુતિ સાથે નૃત્ય કર્યું હતું. જામનગરની જ પ્રખ્યાત 'રાજલ' અને 'ઝોયા' નામની બે ઘોડી કે જેના દ્વારા ભગવાન શિવજીની પાલખી સન્મુખ વિશેષ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
'શિવજી કી સવારી આઈ ભોલે કી સવારી' ના ડી.જે. ના તાલે બંને ઘોડીઓ એકદમ નૃત્ય કરવા લાગી હતી, જે દૃશ્ય નિહાળીને સર્વ શિવભક્તોએ તાળીઓના ગડગડાટથી આ દૃશ્યને વધાવી લીધું હતું. એટલુ જ માત્ર નહીં બંને ઘોડીઓ ભગવાન શિવજીની પાલખી સન્મુખ દર્શનની મુદ્રામાં ઉભેલી જોવા મળી હતી. ત્યારબાદ મંડળના પ્રમુખ કિસન મકવાણાની રાહબરી હેઠળ ૩૫ થી વધુ યુવાનોએ ભગવાન શિવજીની પાલખીના દર્શન કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial