Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં રાજ્યના સહકારમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો સહકારી સંસ્થાઓનો સેમિનાર

'સહકારથી સમૃદ્ધિ' અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વનમંત્રી મૂળુભાઈ બેરા, અગ્રણી જીતુભાઈ લાલ તથા સ્થાનિક આગેવાનો જોડાયા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: જામખંભાળિયા ટાઉનહોલમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ગ્રામીણ અર્થતંત્રને વધુ સશકત બનાવવામાં સહકારી ક્ષેત્રનું યોગદાન અમૂલ્ય રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલાયદા સહકારીતા વિભાગની રચના કરી સહકારથી સમૃદ્ધિનો નવીન માર્ગ આપણે સૌને ચીંધ્યો છે.

રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખંભાળિયામાં *સહકારથી સમૃદ્ધિ* અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહૃાા હતા.

આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિવિધ મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ તકે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું  કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહૃાો છે. આઝાદીના અમૃત મહોત્સવ રૂપે જ્યારે આપણે ૭૫ વર્ષની ઉજવણી નિમિતે વડાપ્રધાને સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવ્યું અને તેની ધુરા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે.

વધુમાં તેમણે કહૃાું કે, વડાપ્રધાનના સહકારીતા વિઝનને આગળ ધપાવતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે જવાબદારી સંભાળતાની સાથે જ ૬૦ જેટલા ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહૃાું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. 

વધુમાં મંત્રીએ કહૃાું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવા તેમજ આપણા દેશની હાર્દ સમા ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવાનો મુખ્ય ઉદેશ્ય સહકાર વિભાગનો છે. જિલ્લાનું સહકારી માળખું વધુ મજબૂત બનાવવા ગામોની સહકારી મંડળીને માઇક્રો એટીએમ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે. આથી ગામડાના ખેડૂત કે દૂધ ઉત્પાદકોને નાણાકીય લેવડ દેવડ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતાં તેની જરૂરિયાત હવે ખતમ થઈ જશે.

આપણા ધરતીપુત્રો તથા પશુપાલકો જો સમૃદ્ધ બનશે તો આપણું ગ્રામીણ અર્થતંત્ર સમૃદ્ધ બનશે તેનાથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ સમૃદ્ધિના શિખરો સર કરશે. સહકારી પ્રવૃત્તિઓ ગામો ગામ વિસ્તરે તેમજ  સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે તો આપણે ખરા અર્થમાં સહકારથી સમૃદ્ધિની વિભાવનાને સાર્થક કરી શકશું તેમ મંત્રી ઉમેર્યું હતું. 

વધુમાં મંત્રીએ કહૃાું કે, આજના સમયમાં જંતુનાશક દવાઓના વ્યાપક ઉપયોગને ત્યજીને  પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી તેના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરીએ. ઉપરાંત, સહકારી ક્ષેત્રમાં વધુને વધુ યુવાઓની સક્રિય ભાગીદારી ઉમેરાય તે માટે ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના થકી સહકારી ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત ઇચ્છુક યુવાઓ માટે નવીન તકોનું નિર્માણ થયું છે. ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર  સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા જળવાઈ તે માટેના પ્રયાસોની દિશામાં આગળ વધી રહી છે. તેમજ જિલ્લામાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે સહકારથી સમૃદ્ધિ ખરા અર્થમાં થાય તેવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરવા જોઈએ.

આ તકે મંત્રી મુળુભાઇ બેરાએ કહૃાું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રના કાયાકલ્પ માટેના નોંધપાત્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. *સહકારથી સમૃદ્ધિ* ના વિઝનને સાકાર કરવા સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે સહકારી ચળવળને મજબૂત બનાવવા, પાયાના સ્તર સુધી તેની પહોંચને વધુ ગાઢ બનાવવા માટે અનેક સકારાત્મક પ્રયાસો કર્યા છે. ઉપરાંત, દેશનું ભવિષ્ય એવા યુવાઓ સહકારી ક્ષેત્રમાં જોડાઈ તેવા પ્રયાસો કરવા જોઈએ તથા સહકારથી સમૃદ્ધિ થકી વિકાસનો માર્ગ સરળ બને તેવો સૌએ સંકલ્પ કરવો જોઈએ.

*સહકારથી સમૃદ્ધિ* અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર, જિલ્લા વિશ્કઃ અધિકારી એ.બી.પાંડોર, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન જીતુ લાલ,  જિલ્લા રજીસ્ટ્રાર અજય સિદ્ધપુરા, અગ્રણી સર્વે એભાભાઈ કરમૂર, પ્રભાતભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, રસિકભાઈ નકુમ, મોહિતભાઈ મોટાણી, શૈલેષભાઈ સહિત સહકારી મંડળીઓના હોદ્દેદારો, અધિકારીઓ, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh