Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૫-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ ટેરિફ મામલે ઘણા દેશો સાથે શરતી ડિલ કરવાની ફરજ પાડી રહ્યા હોઈ વૈશ્વિક વેપાર ઠપ્પ થવાના સંકેત વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઊછાળો જોવા મળતાં ભારત માટે આયાત ખર્ચ વધવાની આશંકાએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
વર્તમાન નાણા વર્ષના જૂન ત્રિમાસિકના પ્રારંભમાં મિશ્ર પરિણામો અને ટેરિફ સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ડોલરની મજબૂતી સામે રૂપિયામાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જેવી પરિસ્થિતિને કારણે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
ચીન અને યુરોપના નબળા આર્થિક આંકડાઓ અને વૈશ્વિક અર્થતંત્રની ધીમી ગતિના સંકેતોને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ અને વૈશ્વિક માંગ ઘટી શકે છે તેવા અનુમાનથી ભારતીય ઈટીએફ્સ અને આયાત-નિકાસ આધારિત કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૦૭% અને નેસ્ડેક ૦.૧૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૪ અને વધનારની સંખ્યા ૧૦૨૭ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર હેલ્થકેર, રિયલ્ટી અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેકનોલોજી, ટ્રેન્ટ લિ., અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા અને સન ફાર્મા જેવા શેરો ૦.૫% થી ૦.૧% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, પાવરગ્રીડ કોર્પ., મારુતિ સુઝુકી અને ઇન્ફોસિસ લિ. જેવા શેરો ૫.૫૦% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ. ૯૮૫૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૯૮૬૨૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૯૮૪૮૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૩૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૯૮૪૮૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૫,૪૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૫,૫૩૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૫,૨૮૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૧૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૫,૩૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં બજારમાં મેટલ, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિલેક્ટિવ પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે. વૈશ્વિક કોમોડિટી ભાવમાં સુધારો, મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર વધુ ખર્ચાને કારણે આ સેક્ટરમાં પોઝિટિવ ટ્રેન્ડ રહી શકે છે.
બીજી તરફ, આઈટી, ફાર્મા અને એફએમસીજી સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે કારણ કે વૈશ્વિક મંદીનો દબાવ, ડોલર ઈન્ડેક્સમાં તેજી તથા રો-મટિરિયલની કિંમતોમાં વધારાને કારણે આ સેક્ટરના માર્જિન પર અસર પડી શકે છે. બજારમાં શોર્ટ ટર્મ માટે ડિફેન્સ, પાવર અને રિન્યૂએબલ એનર્જી સંબંધિત શેરોમાં મોમેન્ટમ જોવા મળવાની સંભાવના છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દર માટેના પોતાના અંદાજ ૬.૭૦% પરથી સાધારણ ઘટાડી ૬.૫૦% કર્યા છે. આમછતાં વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેશે તેવી પણ બેન્કે તેના જુલાઈના રિપોર્ટમાં ધારણાં મૂકી છે. અમેરિકા દ્વારા સૂચિત ટેરિફને કારણે નિકાસ અને ઈન્વેસ્ટમેન્ટસ પર અસર તથા નીતિવિષયક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ભારતના આર્થિક વિકાસ દરના અંદાજોમાં એડીબી સાથે ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા પણ ઘટાડા કરવામાં આવ્યા છે. ભારતમાં ગ્રામ્ય માંગમાં મજબૂત રીકવરીના ટેકા સાથે ઉપભોગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. સેવા તથા કૃષિ ક્ષેત્ર ભા રતના આર્થિક વિકાસના મુખ્ય પરિબળો બની રહેશે.
સારા ચોમાસાને કારણે વર્તમાન વર્ષમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ સારી જણાઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષના ફુગાવાની ધારણાંને પણ એડીબીએ ઘટાડી ૩.૮૦% કરી છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે પણ અમેરિકાના ટેરિફની અનિશ્ચિતતા અને નબળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના ભારતના જીડીપી અંદાજ ૬.૬૦% પરથી ઘટાડી ૬.૩૦% કર્યો છે. ભારત સામે હાલમાં પડકારભરી અને સાનુકૂળ બન્ને સ્થિતિ જોવા મળી રહી છે. પડકારોમાં મુખ્યત્વે અનિશ્ચિત વૈશ્વિક ચિત્ર અને અપેક્ષા કરતા નબળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં નીતિમાં સરળતા, ફુગાવામાં ઘટાડો તથા વર્તમાન વર્ષમાં સામાન્ય કરતા સારો વરસાદ ભાર ત માટે હાલમાં સાનુકૂળ છે.