Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આયોજન
જામનગર તા. ૧૭: સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા મથકોએ દિવ્યાંગો માટે પરીક્ષણ અને સાધન સહાય કેમ્પ યોજાનાર છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગતના દિવ્યાંગ સશક્તિ કરણ વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી દિવ્યાંગજનોને સાધન સહાય આપવા માટેના પરીક્ષણ કેમ્પનું આયોજન હાથ ધરેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક ન્યાયા અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર તથા દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા સંચાલિત એ.ડી.આઈ.પી. યોજના અંતર્ગત દિવ્યાંગજન માટે સહાયક સાધન અને ઉપકરણો આપવા માટેની પાત્રતાની ચકાસણી માટેના દરેક તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૧૭-૨-૨૬ના ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં, તા. ૧૮-૨-૨૬ના દ્વારકા જનરલ હોસ્પિટલ, તા. ૧૯-૨-૨૬ના કલ્યાણપુર જનરલ હોસ્પિટલ તથા તા. ૨૦-૨-૨૬ના ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ૪૦ ટકા અથવા તેથી વધુ અપંગતા ધરાવતા દિવ્યાંગજનોને તેમના ઉપયોગ માટે જરૂરી વ્હીલચેર, વોકર, કૃત્રિમઅંગો, શ્રવણયંત્ર, દૃષ્ટિ સહાયક સાધનો તથા અન્ય સહાયક ઉપકરણો માટે તબીબી અને તકનીકી એસેસમેન્ટ કરવામાં આવશે. દિવ્યાંગજનોએ અપંગતા પ્રમાણપત્ર, આધારકાર્ડ, આવકનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લેવા નિર્ધારિત તારીખના સ્થળે કેમ્પમાં હાજર રહેવા માટે સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું છે.
આ કેમ્પમાં દિવ્યાંગ જનોની શારીરિક તપાસ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial