Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક જનતા, વાહનચાલકો અને માતાજીના શ્રદ્ધાળુઓને રાહતઃ
જામનગર તા.૧૭: જામનગર જિલ્લામાં આવેલ વેણુ નદી પર મેજરબ્રિજનું નિર્માણ થવાથી લોકોની સુવિધામાં થયો વધારો થયો છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા રૂ. ૫ કરોડ ૬૦ લાખના ખર્ચે મેજર બ્રિજ તથા રસ્તાનું વાઈડનીંગ કરવામાં આવ્યું છે.
જામજોધપુર તાલુકાના કોટડા બાવીશી ગામે આવેલ પ્રખ્યાત કોટડા બાવીશી માતાજી મંદિરને હાઇવે સાથે જોડતો રસ્તો એટલે કોટડા બાવીશી ટુ જોઇન સ્ટેટ હાઇવે રોડ. જે ભારે ટ્રાફિક ધરાવતો ખૂબ જ અગત્યનો રસ્તો છે. અહી વેણુ નદી પર વર્ષો જુનો કોઝવે આવેલ હતો. જેના ઉપરના ભાગમાં ફૂલઝર ડેમ આવેલ છે. આ ડેમના લીધે જ્યારે પણ વધારે વરસાદ આવે અને ડેમના પાટિયા ખોલવામાં આવે એટલે ઓવરટોપિંગના લીધે રસ્તા પર અવરજવર બંધ થઈ જતી તેમજ વારંવાર કોઝવેને નુકસાન થતું હતું.
જેના પરિણામે વાહનચાલકોને તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન મુશ્કેલી થતી હતી. નદી પર ૩.૭૫મીટર પહોળાઈનો રસ્તો તથા બ્રિજ ન હોવાના લીધે અકસ્માત થવાની સંભાવના પણ હતી.જેથી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કોઝવેની જગ્યાએ નવા મેજર બ્રિજની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ૧૦ મીટરના ૧૨ સ્પાન માટે રૂ. ૩ કરોડ ૬૦ લાખની જોગવાઇ તથા ૩.૭૫ મીટર માંથી ૫.૫૦મીટર પહોળાઈમાં વાઈડનીંગ અને સ્ટ્રેન્થનિંગ માટે રૂ.૨ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
આમ રસ્તો પહોળો તેમજ રસ્તા પરના નાળા પુલિયાના સ્થાને ગાળા વાળા ૨ સ્લેબ ડ્રેઇન અને ગામમાં સીસી રોડનું નિર્માણ થતા ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે. તથા નવા મેજર બ્રિજના નિર્માણ થયું હોવાથી સ્થાનિક જનતા અને શ્રદ્ધાળુઓની પણ સુવિધામાં વધારો થશે. કોટડા બાવીશી ગામનું રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે સરળતાથી જોડાણ થતા ખાસ કરીને કૃષિ, વેપાર, શિક્ષણ અને ધાર્મિક ક્ષેત્રે આ બ્રીજ અને રોડ અવર જવર માટે અત્યંત ઉપયોગી સાબીત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial