Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોલેરાના કેસ વચ્ચે કેનાલમાં વહેતું પ્રદૂષિત પાણી

અનેક વખત અહેવાલો પ્રગટ થયા પછી પણ તંત્ર નિદ્રાધીનઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં ધરારનગર વિસ્તારમાં સંખ્યાબંધ લોકોને ઝાડા-ઉલ્ટી સહિતના લક્ષણો દેખાતા કોલેરાના શંકાસ્પદ કેસ તરીકે તેમની સારવાર કરવામાં આવી રહી છે તથા ૩ જેટલા દર્દીને કોલેરા હોવાનું નિદાન પણ થયું છે, નગરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવો એ તંત્રની ફરજ છે. પરંતુ દરેડ નજીકથી તથા રણજીતસાગર રોડ પરથી પસાર થતી કેનાલમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણીના ગેરકાયદે નિકાલને કારણે કેનાલનું પાણી પ્રદૂષિત થતું હોવાના અહેવાલ અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આવું જ પાણી સુભાષબ્રિજ નીચે વહેતી નદીમાં પણ જોવા મળે છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ઢોલ વગાડતું તંત્ર નદીમાં અને કેનાલમાં પ્રદૂષિત પાણી ઠલવાતા અટકે એ માટે પણ કોઈ પ્રોજેક્ટ હાથ ધરવો જરૂરી છે. કારણ કે નદી-તળાવ અને કેનાલ જેવા જળસ્ત્રોતોથી જ ભૂગર્ભ જળ પણ પ્રભાવિત થતા હોય છે. ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની સ્થિતિમાં હજારો નાગરિકોના સ્વાસ્થ્ય પર સંકટ ઊભુ થાય છે. ત્યારે તંત્ર દ્વારા કેનાલ અને નદીઓમાં પ્રદૂષિત પાણી વહેતા અટકાવવા તાત્કાલીક પગલાં લેવા જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh