Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પરિણીતાને લગ્ન કરી લેવાનું કહી એક શખ્સે પતાવી દેવાની ધમકી આપી

પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર શહેરના રણજીત સાગર રોડ પર વસવાટ કરતા એક મહિલાએ તેઓ જ્યારે પોતાના માવતરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા દેવભૂમિના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના એક શખ્સે પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર એક સોસાયટીમાં વસવાટ કરતા તેત્રીસ વર્ષના એક પરિણિતાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના જુનેદ જુસબભાઇ ખીરાની નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત શખ્સે તેણીનો અવારનવાર પીછો કરવા ઉપરાંત તેણીના માતા-પિતાના ઘેર આવી તેણીનો હાથ પકડી લઈ ગાળો ભાંડવા ઉપરાંત પોતાની સાથે લગ્ન ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી જુનૈદ ખીરા સામે ગુન્હો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh