Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણીપંચેે ૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં જાહેર કર્યો ચૂંટણીનો કાર્યક્રમ : શેડ્યુલ જાહેર

૬ રાજ્યોમાં ૮ વિધાનસભા માટે પેટાચૂંટણીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: ગઈકાલે કેન્દ્રિય ચૂંટણીપંચે ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ચૂંટણી પંચે ગઈકાલે ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. છ અન્ય રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જે બેઠકો પર વિજેતા ઉમેદવાર રાજીનામું આપે છે અથવા મૃત્યુ પામે છે ત્યાં પેટાચૂંટણીઓ યોજવામાં આવે છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બધી બેઠકો માટે મતદાન બે તબક્કામાં યોજાશે. કેટલાક રાજ્યોમાં મતદાન ૯ એપ્રિલે થશે, જ્યારે અન્ય રાજ્યોમાં મતદાન ર૩ એપ્રિલે થશે. ચૂંટણી પરિણામો ૪ મે ના જાહેર કરવામાં આવશે.

આ જાહેરાત સાથે બધી બેઠકો માટે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ જાહેરાત પછી રાજકીય પક્ષોએ પણ તેમની ચૂંટણી તૈયારીઓ તેજ કરી દીધી છે. આ બેઠકો પર રસપ્રદ સ્પર્ધાઓની અપેક્ષા છે.

૯ એપ્રિલે મતદાન થનારા રાજ્યોમાં ગોવા, કર્ણાટક,, નાગાલેન્ડ અને ત્રિપુરાની વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. બધા રાજકીય પક્ષો બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકો માટે પણ ર૩ એપ્રિલે મતદાન થશે. આ બેઠકો પર પણ ગતિવિધિ વધી રહી છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબ કરી શકતા નથી. આ બેઠકો માટે મતગણતરી અન્ય રાજ્યોની તા. ૪ મે ના થશે.

ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, ૪ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ ર.૧૯ લાખ મતદાન મથકો પર મતદાન થશે. ર.પ મિલિયન ચૂંટણી અધિકારીઓ તૈનાત રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પ્રતિમતદાન મથક સરેરાશ ૭પ૦-૯૦૦ છે, બંગાળમાં બે તબક્કામાં તા. ર૩ અને ર૯ એપ્રિલે મતદાન થનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh