Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. પ્રસન્નતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
સિઝનલ ધંંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯
Cancer (કર્ક: ડ-હ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને રાહત રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના કામ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વની વ્યક્તિ સાથે મુલાકાથ થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા રાહત રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૭
Capricorn (મકર: ખ-જ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ આપને જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૩
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે ઉચાટ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૪