Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાના બી.પી. સોનગરાના હસ્તે ધ્વજવંદન કરાયું:
ખંભાળીયા તા. ૯: ખંભાળીયાના સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની શાળાઓ અને કોલેજો દ્વારા સંયુક્ત રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એસ.એન.ડી.ટી. શાળાના નિવૃત્ત બી.પી.સોનગરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજ તથા હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. સંસ્થાના બે વિદ્યાર્થીઓ અભિરાજસિંહ ભગવતસિંહ ચાવડા કૂસ્તીમાં રાજ્યમાં પ્રથમ તથા હર્ષ જીજ્ઞેશભાઈ દત્તાણી સ્વરચીત કાવ્યમાં રાજ્યમાં તૃતીય આવતા બંનેનું વિશેષ સન્માન કરાયુ હતું. સંકુલના દાતાઓ દ્વારા અપાતા વિવિધ પુરસ્કારો તથા મેડલોનું વિતરણ કરાયુ હતું. પરમ પિતા સહાય યોજનામાં આર્થિક સહાયનું વિતરણ થયુ હતુ. જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે એસ.એન.ડી.ટી. શાળા આવતા શાળાના આચાર્ય તથા સ્ટાફનું સન્માન કરાયુ હતું.ં
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ પરાગભાઈ બરછા, અશોકભાઈ ગોકાણી, મનીષભાઈ મજીઠીયા, પૂર્વ સભ્યો જેે. કે. જોશી, નટુભારથી ગોસ્વામી, રોહિણીબેન ઓઝા, ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા, ડો. નીતિન સોનગરા, સુંદરજી ભાઈ સુરેલીયા, મયુરભાઈ ગુસાણી, નવનીતભાઈ બોડા, ખીમજીભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial